Get The App

ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર: સુરતમાં કીમ નદીનું પાણી ગામમાં ઘૂસ્યું, ઉકાઈ-નર્મદા ડેમમાંથી પણ પાણી છોડાયું

Updated: Sep 5th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતની નદીઓમાં ઘોડાપૂર: સુરતમાં કીમ નદીનું પાણી ગામમાં ઘૂસ્યું, ઉકાઈ-નર્મદા ડેમમાંથી પણ પાણી છોડાયું 1 - image


Gujarat Rain Update: ગુજરાતમાં મેઘ મહેર હજુય યથાવત છે. મોટાભાગની નદીઓ ભરાઈ અને ડેમ ભરાઈ રહ્યા છે. સુરતના માંગરોળના કોસાડીમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે સ્થાનિકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે. ઉપરવાસમાં સતત ભારે વરસાદના કારણે પાણીની આવક થઈ રહી છે, ત્યારે નદીના પાણી ગામમાં ફરી વળતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. ખેતરોમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યુ છે. આ સિવાય નર્મદા ડેમ પણ 90 ટકા ભરાઈ જતા પાણીની આવક થઈ છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં રાજ્યના 195 તાલુકામાં મેઘમહેર, સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ

ઉકાઈ ડેમના 9 દરવાજા ખોલાયા

આ સિવાય ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1,25,658 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં પાણીની સપાટી 334.76 ફૂટ પહોંચી છે, જે ભયજનક સપાટીની નજીક છે. આ સ્થિતિને જોતા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે અને નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારે રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

સરદાર સરોવર ડેમ 90 ટકા ભરાયો

નોંધનીય છે કે, ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવર ડેમમાં 4 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.47 મીટર પહોંચી છે અને સતત વરસાદના કારણે સપાટીમાં હજુ વધારાની સંભાવના છે. હાલ, નર્મદા ડેમ 90 ટકા ભરાઈ જતા 15 ગેટ 2.4 મીટર ખોલવામાં આવ્યા છે. 

Tags :