Gujarat

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને દબોચી

By GS TEAM
17 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના સોલા પોલીસે એસજી હાઈવે પરથી બાઈક ચોરતી રાજસ્થાનની ગેંગને ઝડપી પાડી છે. 23 ચોરાઉ બાઈક જપ્ત કરી 19 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. જાણો કેવી રીતે ડુપ્લીકેટ ચાવીથી થતી હતી ચોરી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ‘માસ્ટર કી’ થી બાઈક ચોરતી ગેંગનો પર્દાફાશ, સોલા પોલીસે 23 બાઈક સાથે રાજસ્થાનની ત્રિપુટીને દબોચી

Ahmedabad News: શહેરના એસજી હાઈવે અને આસપાસના વિસ્તારોમાં ટુ-વ્હીલર ચોરીના વધતા જતા બનાવો વચ્ચે સોલા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના બાંસવાડાની એક રીઢા ચોર ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી પાસેથી કુલ 23 ચોરાઉ બાઈક જપ્ત કરવામાં આવ્યા છે. જેનાથી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

કેવી રીતે ચોરી કરતી હતી આ ટોળકી?

DCP હર્ષદ પટેલે આ ઓપરેશન અંગે વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય આરોપી ગોપાલ અને તેના સાગરીતો મુકેશ તથા ભરત ખૂબ જ ચાલાકીથી ચોરીને અંજામ આપતા હતા. તેઓ ખાસ કરીને એવા પાર્કિંગ સ્થળો પસંદ કરતા જ્યાં લોકો આખો દિવસ વાહન મૂકીને નોકરીએ જતા હોય. ગોપાલ પોતાની પાસે ડુપ્લીકેટ અને ઘસાયેલી ચાવીઓનો જથ્થો રાખતો. તે જૂના બાઈકને ટાર્ગેટ કરતો કારણ કે તેના લોક ઢીલા થઈ ગયા હોય છે, જે ઘસાયેલી ચાવીથી સરળતાથી ખુલી જતા હતા. ચોરી કર્યા બાદ આ બાઈકોને ભાડજ સર્કલ પાસે ઝાડી-ઝાંખરામાં છુપાવી દેતા હતા. જેથી કોઈની નજર ન પડે.

આ પણ વાંચો: આ મહિલાઓ માટેનો કાયદો નથી, ભારતનો ચૂંટણી નકશો બદલવાનું કાવતરું: લોકસભામાં રાહુલ ગાંધીનું સંબોધન

સીસીટીવી અને બાતમીએ અપાવી સફળતા

સોલા ભાગવત બ્રિજ નીચેથી સતત થતી ચોરીઓને રોકવા પોલીસે સીસીટીવી કેમેરાનો ઊંડો અભ્યાસ કર્યો હતો. જેમાં રાજસ્થાનના ગોપાલની કડી મળી હતી. રિંગરોડ પર અદાણી પેટ્રોલ પંપ પાસે વોચ ગોઠવીને પોલીસે ગોપાલને ઝડપી પાડ્યો અને તેની પૂછપરછમાં અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હતા. તેને ઝડપી લઇને પુછપરછ કરતા 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. 

અનેક પોલીસ સ્ટેશનના ગુના ઉકેલાયા

પોલીસે જપ્ત કરેલા 23 બાઈકમાંથી સોલા હાઈકોર્ટ: 9 ગુના ઉપરાંત રામોલ, કૃષ્ણનગર, ઓઢવ, નિકોલ, સાબરમતી રિવરફ્રન્ટ અને કઠલાલ પોલીસ સ્ટેશનના ગુના પણ ઉકેલાયા હતા. મુખ્ય આરોપી ગોપાલ અગાઉ પણ 11 થી વધુ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. તે કોઈ નશા માટે નહીં પરંતુ મહેનત વગર સરળતાથી પૈસા કમાવવા માટે આ રસ્તો અપનાવતો હતો. હાલ સોલા પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.