Gujarat

અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન

By GS TEAM
26 Apr 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ઉનાળો હવે તેના 'ટોપ ગીયર'માં આવી ગયો હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેમાં શનિવારે (25મી એપ્રિલ) 9 મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ખાસ કરીને અમદાવાદમાં ગરમીએ માઝા મૂકી છે અને 43.8 ડિગ્રી સાથે તે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં અગનગોળા વરસ્યા, 43.1 ડિગ્રી સાથે હોટેસ્ટ સિટી, 9 શહેરોમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન

Gujarat Heatwave: ગુજરાતમાં ઉનાળો હવે તેના 'ટોપ ગીયર'માં આવી ગયો હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. રાજ્યભરમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેમાં શનિવારે (25મી એપ્રિલ) 9 મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. ખાસ કરીને અમદાવાદમાં ગરમીએ માઝા મૂકી છે અને 43.8 ડિગ્રી સાથે તે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે.

અમદાવાદમાં 15 વર્ષનો રેકોર્ડ તૂટવાની અણીએ

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં જ તાપમાનમાં 4 ડિગ્રીનો તોતિંગ વધારો જોવા મળ્યો છે. આજે નોંધાયેલું 43.8 ડિગ્રી તાપમાન સામાન્ય કરતાં3.6 ડિગ્રી વધુ છે. છેલ્લા 15 વર્ષના ઇતિહાસમાં એપ્રિલ માસમાં તાપમાન 43 ડિગ્રીને પાર થયું હોય તેવું આ પાંચમી વખત બન્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી બે દિવસમાં અમદાવાદમાં પારો 45 ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : ગોધરામાં મતદાનમથકે આગ ભડકી, અનેક જગ્યાએ EVM ખોટકાયાં

રાજ્યના અન્ય શહેરોની સ્થિતિ

અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હોય તેવા શહેરોમાં સુરતમાં 41.2 ડિગ્રી સામાન્ય કરતાં 4.2 ડિગ્રી વધુ, અમરેલી, રાજકોટ, ભુજ, ગાંધીનગર, વડોદરા, ડીસા અને ભાવનગરમાં પણ પારો 41 ડિગ્રીને પાર રહ્યો હતો.

હવામાન વિભાગની આગાહી અને 'યલો ઍલર્ટ'

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ગરમીનું જોર યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હજુ પણ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને અમદાવાદમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની શક્યતાને જોતા 'યલો ઍલર્ટ' જેવી સ્થિતિ સર્જાઈ છે. જોકે, આ ગરમીના સ્પેલ બાદ તાપમાનમાં સાધારણ ઘટાડો થવાની આશા છે.

ગરમીથી બચવા માટેની સાવચેતી

•બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું.

•વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહી લેતા રહેવું.

•હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા.