Gujarat

અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ

By GS TEAM
2 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ પર રેલવે ટ્રેકના સ્ટ્રેન્થનીંગ અને જર્જરિત પ્લેટો બદલવાની કામગીરીને પગલે ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતી આ કામગીરી માટે અગાઉ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ટ્રેનોની સતત અવર-જવરને કારણે કામ પૂર્ણ ન થતા હવે નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદનો આ અંડરબ્રિજ 3થી 7 એપ્રિલ દરમિયાન બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Shahibaug Underbridge Closed: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા અંડરબ્રિજ પર રેલવે ટ્રેકના સ્ટ્રેન્થનીંગ અને જર્જરિત પ્લેટો બદલવાની કામગીરીને પગલે ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા કરવામાં આવતી આ કામગીરી માટે અગાઉ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ ટ્રેનોની સતત અવર-જવરને કારણે કામ પૂર્ણ ન થતા હવે નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે.

બંધ રહેવાનો સમય અને તારીખ

તારીખ: 3 એપ્રિલ 2026 થી 7 એપ્રિલ 2026 

સમય: દરરોજ બપોરે 12:00 થી સાંજના 17:00 (5:00) વાગ્યા સુધી 

સ્થિતિ: આ સમય દરમિયાન અંડરબ્રિજના ત્રણેય પ્રવેશ અને નિકાસ માર્ગો વાહનો માટે બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગોની વિગત

ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નીચે મુજબના ડાયવર્ઝન આપવામાં આવ્યા છે:

1. દિલ્હી દરવાજા કે સુભાષબ્રિજથી એરપોર્ટ/ગાંધીનગર તરફ જવા માટે:

• સુભાષબ્રિજના છેડે શિલાલેખ ફ્લેટ થઈ રિવરફ્રન્ટ રોડનો ઉપયોગ કરી ડફનાળા થઈને જઈ શકાશે.

2. એરપોર્ટ/ગાંધીનગરથી શહેર તરફ આવવા માટે:

• ડફનાળાથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી શકાશે.

• અસારવા, ગીરધરનગર કે કાલુપુર તરફ જવા માટે શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી

3. ગીરધરનગર/અસારવાથી ગાંધીનગર/એરપોર્ટ જવા માટે:

• શાહીબાગથી અનેક્ષી, ગાયત્રી મંદિર થઈ આર્મી કેન્ટોનમેન્ટ રોડ દ્વારા ઇન્દિરા બ્રિજ કે ગાંધીનગર તરફ જઈ શકાશે.

આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) નીરજ કુમાર બડગૂજર દ્વારા જાહેરનામું બહાર પાડી નાગરિકોને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.