Baroda

ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ગોસીન્દ્રા ગામ પાસે ગેરકાયદે માટી ખનન પર દરોડો

By GS Team
26 Jun 20261 min read
TukuTouch Logo
ગાંધીનગર ફ્લાઈંગ સ્કવોડે પોર નજીક ગોસીન્દ્રા ગામ પાસેથી સરકારી જમીનમાં ચાલતું ગેરકાયદે માટી ખનન ઝડપી પાડ્યું છે. ટીમે સ્થળ પરથી 3 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કુલ 1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે, જોકે વાહનો વરણામા પોલીસને સોંપાયા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીનગર ફ્લાઇંગ સ્કવોડ દ્વારા ગોસીન્દ્રા ગામ પાસે ગેરકાયદે માટી ખનન પર દરોડો

ગાંધીનગરથી આવેલા ફ્લાઇંગ સ્કવોડ દ્વારા પોર નજીકના ગોસીન્દ્રા ગામ પાસે સરકારી જમીનમાં ગેરકાયદે ચાલતા માટી ખનન ઝડપી પાડવામાં આવ્યંુ છે. જે અંગે ચાર વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખાણ ખનીજ વિભાગની ગાંધીનગર સ્થિત ફ્લાઇંગ સ્કવોડને માહિતી મળી હતી કે, વડોદરાના પોર ગામ નજીક આવેલા ગોસીન્દ્રા ગામથી ઉટીયા ગામ જવાના રસ્તા પર આવેલી સરકારી જમીનમાં ગેરકાયદે માટી ખનન થઇ રહ્યું છે. જેથી, આજે બપોરે ગાંધીનગરથી આવેલી ટીમે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી. તે સમયે જ માટીનું ખોદકામ કરી ડમ્પર ભરાવવાનું શરૃ થયું હતું. તે સમયે જ રેડ પડતા નાસભાગ મચી ગઇ હતી. સ્કવોડે સ્થળ પરથી ત્રણ ડમ્પર અને માટીનું ખોદકામ કરતા એક હિટાચી મશીન મળી કુલ ૧.૮૦ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ વાહનો ગ્રામ પંચાયતની ઓફિસ નજીક મૂકવામાં આવ્યા છે. વરણામા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એમ. ચૌધરીેએ જણાવ્યું છે કે, અમને કોઇ જ રિપોર્ટ આપવામાં આવ્યો નથી કે વાહનો જમા કરાવવામાં આવ્યા નથી.