અમદાવાદનો એવો રસ્તો જ્યાં 30 મિનિટનું અંતર દોઢ કલાકે કપાય! વાહનચાલકો હેરાન-પરેશાન!

Ahmedabad Sanand Highway: અમદાવાદથી વિરમગામ અને કચ્છથી અમદાવાદ આવવા માટેના રસ્તા પર સાણંદથી સનાથલ રીંગ રોડ તરફ આવતા ભારે ટ્રાફિકની સમસ્યાને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે સાણંદથી અમદાવાદ આવવા માટે અડધો કલાકનો સમય થતો હોય છે પરંતુ, સનાથલ રીંગ રોડ પર રસ્તાનું કામ ધીમી ગતિએ ચાલતુ હોવાથી અમદાવાદ આવતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાણંદ-સનાથલ માર્ગ પર હાલાકી
કચ્છ અને વિરમગામ તરફથી આવતા વાહનચાલકોને સાણંદ થઈને રીંગ રોડ પસાર કરીને સનાથલ ચાર રસ્તા સુધી પહોંચવાનુ હોય છે. સામાન્ય રીતે સાણંદથી અમદાવાદ આવતા 30 મિનિટ સુધીનો સમય જાય છે. પંરતુ, સાણંદથી સનાથલ તરફ જતા રીંગ રોડ પર રસ્તાનું કામ ચાલતુ હોવાને કારણે છેલ્લાં ઘણા દિવસોથી સાણંદથી અમદાવાદ આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સાણંદથી અમદાવાદ આવવા માટે ઘણીવાર એક કલાકથી દોઢ કલાક સુધીનો સમય પસાર કરવો પડે છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા
ટ્રાફિક મેનેજમેન્ટનો અભાવ
આ અંગે વાહનચાલકોએ સાઈટ સુપરવાઇઝરને રજૂઆત કરતા યોગ્ય જવાબ મળ્યો નહોતો. એટલું જ નહી પણ આ વિસ્તારમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે પોલીસ પણ જોવા મળતી નથી. જેના કારણે પ્રતિદિન હજારો વાહનચાલકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે.

