નવરાત્રિમાં પેટ્રોલિંગ વધારવા બોપલ પોલીસની પહેલ, 15 નવી બાઇક બેડામાં સામેલ
Navratri 2025: નવરાત્રિના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે નવું પગલું ભર્યું છે. બોપલ પોલીસ સ્ટેશન ખાતે 50 નવી બાઈક ગરબા પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવી છે, જેથી ગામડાઓ અને નાના રૂટો સુધી પોલીસની પહોંચ સુનિશ્ચિત થાય.
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગરબા ઉત્સવ દરમિયાન લોકોની સુરક્ષા માટે કુલ 24 સી ટીમ (સિટી ટીમ) કાર્યરત છે, જે 77 જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ ટીમો નાનામાં નાના રસ્તાઓ અને ગામડાઓમાં પણ પહોંચીને શાંતિ અને સલામતી જાળવવા માટે કામ કરી રહી છે. આ નવી બાઇકનો ઉપયોગ ખાસ કરીને ગરબા સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને દૂરના ગામડાઓમાં પેટ્રોલિંગ માટે કરવામાં આવશે.
બોપલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું, 'અમારો ધ્યેય નવરાત્રિ દરમિયાન દરેક નાગરિકને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. આ નવી બાઇક અને સી-ટીમની કામગીરીથી અમે દરેક ખૂણે પહોંચી શકીશું.' આ પગલાંથી અમદાવાદ ગ્રામ્યમાં નવરાત્રિનો ઉત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાશે તેવી આશા છે.