Gujarat

ઉત્તર, મધ્ય ઝોનમાં રસ્તા પર થીંગડાં મારવા દોઢ કરોડ ખર્ચાશે, અમદાવાદીઓનો રોષ શાંત કરવાનો પ્રયાસ

By GS TEAM
30 Jul 20253 mins read
TukuTouch Logo
ઉત્તર ઝોનમાં આવેલા ઠકકરનગર તેમજ ઈન્ડિયા કોલોની વોર્ડમાં પેચવર્કની કામગીરી કરાવવા મંજૂરી માંગતી દરખાસ્ત શુક્રવારે મળનારી રોડ કમિટી સમક્ષ મુકવામાં આવી હતી. સિંગલ ટેન્ડરથી કોન્ટ્રાકટર રોલર સેન્ટરને અંદાજથી વધુ 10.40 ટકા વધુ ભાવથી રૂ.55.20 લાખની આ કામગીરી આપવામાં આવી છે. બીજી તરફ મધ્યઝોનમાં આવેલા ખાડીયા વોર્ડના વિવિધ વિસ્તારમાં રોડ ઉપર રૂ.51 લાખના ખર્ચે પેચવર્કની કામગીરી હાથ ધરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તર, મધ્ય ઝોનમાં રસ્તા પર થીંગડાં મારવા દોઢ કરોડ ખર્ચાશે, અમદાવાદીઓનો રોષ શાંત કરવાનો પ્રયાસ

Ahmedabad Road Repair: ઉત્તર ઝોનમાં આવેલા ઠકકરનગર તેમજ ઈન્ડિયા કોલોની વોર્ડમાં પેચવર્કની કામગીરી કરાવવા મંજૂરી માંગતી દરખાસ્ત શુક્રવારે મળનારી રોડ કમિટી સમક્ષ મુકવામાં આવી હતી. સિંગલ ટેન્ડરથી કોન્ટ્રાકટર રોલર સેન્ટરને અંદાજથી વધુ 10.40 ટકા વધુ ભાવથી રૂ.55.20 લાખની આ કામગીરી આપવામાં આવી છે. બીજી તરફ મધ્યઝોનમાં આવેલા ખાડીયા વોર્ડના વિવિધ વિસ્તારમાં રોડ ઉપર રૂ.51 લાખના ખર્ચે પેચવર્કની કામગીરી હાથ ધરાશે. 

જ્યારે જમાલપુર, દરિયાપુર, શાહપુર અને અસારવામાં હેન્ડલેઈંગ પદ્ધતિથી હોટમિક્સ મટીરીયલ દ્વારા ખાડા પૂરવા રૂ.44 લાખની રકમ વપરાશે. ઠકકરનગર તથા ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા વિવિધ રસ્તાઓ ઉપર મિલીંગ મેથડથી  પેચવર્ક કરવા ટેન્ડર કરવામા આવતા એકમાત્ર કોન્ટ્રાકટર રોલર સેન્ટરના અંદાજીત ભાવથી 10.40 ટકા વધુ ભાવના એટલે કે રૂપિયા 55.20 લાખના જી.એસ.ટી.અલગથી ચૂકવવાના ટેન્ડરને મંજૂરી રોડ કમિટી દ્વારા આપવામાં આવી છે.

ખાડીયા વોર્ડમાં આવેલ રાયપુર દરવાજા અંદર તેમજ બહારના વિસ્તાર તેમજ અન્ય વિસ્તારમાંથી રોડ વિભાગને લગતી ફરિયાદો અંતર્ગત રોડ પેચવર્કની કામગીરી, નિભાડા પથ્થર  તથા બ્લોક રીપેરીંગની કામગીરી વાર્ષિક કોન્ટ્રાકટ પદ્ધતિથી રૂપિયા 40 લાખની મર્યાદામાં કરાવવા રિટેન્ડર કરવામા આવ્યુ છે. વોર્ડમાં આવેલા તરગાળા વાડના નાકે રૂપિયા 9.90 લાખની મર્યાદામાં ધાંગ્રઘા સ્ટોનથી હેરીટેજ પ્રકારનુ પ્રવેશ દ્વારા બનાવવા પણ રિટેન્ડર કરાયુ છે. 

આ પણ વાંચો: ગુજરાત ATSને મોટી સફળતા, અલ કાયદા ટેરર મોડ્યૂલની માસ્ટર માઈન્ડ મહિલાની બેંગ્લુરુથી ધરપકડ

રાયપુર, જમાલપુર, સારંગપુર તેમજ માણેકચોક વિસ્તારમાંથી આવતી ડ્રેનેજ મેઈન્ટેનન્સની કામગીરી વાર્ષિક કોન્ટ્રાકટ પદ્ધતિથી રૂપિયા 40 લાખના ખર્ચથી કરાવવા પણ રિટેન્ડર કરવુ પડયુ છે. વોર્ડમાં આવેલી જુદી જુદી જગ્યાએ હેન્ડલેઈંગ પદ્ધતિથી હોટમિકસ મટીરીયલથી પેચવર્કની કામગીરી વાર્ષિક કોન્ટ્રાકટ પદ્ધતિથી કરાવવા રૂપિયા11,08,323નો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.

જ્યારે જમાલપુર વોર્ડમાં આવેલ જુદી જુદી જગ્યાએ હેન્ડલેઈંગ પદ્ધતિથી હોટમિકસ મટીરીયલથી પેચવર્કની કામગીરી અંદાજે રૂપિયા 11,08,323ના ખર્ચથી કરાવવા વાર્ષિક ટેન્ડર રી-ઈન્વાઈટ કરવામાં આવ્યુ છે. આવી રીતે જ દરિયાપુર શાહપુર અને અસારવા વોર્ડમાં પણ પેચવર્ક કરાશે. આ ચારેય વોર્ડ માટે કૂલ 44.32 લાખ રૂપિયાનો ખર્ચ કરાશે.

પૂર્વ ઝોનમાં 2.61 કરોડના ખર્ચે દીવાલ અને ફેન્સિંગ કરાશે

પૂર્વઝોનમાં આવેલા જુદા જુદા વોર્ડમાં જુદી જુદી જગ્યાએ ચણતરની કમ્પાઉન્ડ વોલ બનાવવા, વાયર ફેન્સિંગ કરવા તેમજ ડબલ-ટી પ્રિ-કાસ્ટ,પ્રિસ્ટ્રેસ પેનલ કમ્પાઉન્ડ વોલ બનાવવા વાર્ષિક કોન્ટ્રાકટ પદ્ધતિથી ટેન્ડર કરવામા આવ્યુ હતુ.આ કામગીરી કરાવવા બીજી વખત ટેન્ડર કરવામા આવતા એક માત્ર બીડર ભુરખીયા ઈન્ફ્રાબીલ્ડના બે વખતના ભાવ નેગોશીએશન પછી અંદાજિત ભાવથી 13.20 ટકા ઓછા ભાવના એટલે કે રૂપિયા 2.61 કરોડના જી.એસ.ટી સિવાયના વાર્ષિક કોન્ટ્રાકટ પદ્ધતિના ટેન્ડરને મંજૂરી અપાઈ છે.

ગોમતીપુરમાં ડ્રેનેજ નેટવર્કનું રૂ.2.21 કરોડનું કામ 24.66 ટકા વધુ ભાવે મંજૂર

આ પ્રકારે પૂર્વઝોનમાં આવેલા ગોમતીપુર વોર્ડમાં આવેલી સોમા ટેક્ષ્ટાઈલની ચાલી,ઈસ્લામનગર, ખાડાવાળી ચાલી તથા અન્ય જગ્યાએ પાણી તેમજ ડ્રેનેજનુ નેટવર્ક નાંખવા,પેવરબ્લોક લગાવવા તથા આર.સી.સી.રોડ બનાવવા ચોથી વખત ટેન્ડર કરવામા આવ્યુ હતુ.એકમાત્ર બીડર મિતેશ ડેવલપર્સના અંદાજિત ભાવથી 24.66 ટકા વધુ ભાવના2.21 કરોડના જી.એસ.ટી.સિવાયના સીંગલ ટેન્ડરને મંજૂરી અપાઈ છે.

શારદાબહેન હોસ્પિટલ પાસે રૂ.1.92 કરોડના ખર્ચે નવી શાકમાર્કેટ તૈયાર કરાશે

સરસપુર-રખિયાલ વોર્ડમાં આવેલી શારદાબહેન હોસ્પિટલ પાસેની વર્ષો જુની જર્જરીત મ્યુનિસિપલ વેજીટેબલ માર્કેટની જગ્યાએ નવી વેજીટેબલ માર્કેટ રીડેવલપ કરવા ટેન્ડર કરાયુ હતુ. બીજી વખત ટેન્ડર કરાતા એક માત્ર કોન્ટ્રાકટર ત્રીશા કોર્પોરેશનના ઘટાડેલા ભાવ મુજબ અંદાજિત ભાવથી ત્રણ ટકા ઓછા ભાવના રૂપિયા 1.92 કરોડના જી.એસ.ટી.અલગથી ચુકવવાના ટેન્ડરને મંજૂરી અપાઈ છે.