Get The App

અમદાવાદ જિલ્લામાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ, આ વખતે સિઝનનો માત્ર 18.50 ટકા નોંધાયો

Updated: Jul 9th, 2024

GS TEAM

Google News
Google News
rain representative image
Image : Pixaba (representative image)

Ahmedabad Rain: અમદાવાદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાધારણ થઇ છે અને અત્યાર સુધી સરેરાશ 5 ઈંચ સાથે મોસમનો 18.50 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે 8 જુલાઈ સુધી 9.33 ઈચ સાથે સિઝનનો 34.61 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો.

અમદાવાદ શહેરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

ધોળકામાં સૌથી ઓછો 3.77 ઈંચ જ્યારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8.07 ઈંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ ગત વર્ષે 8 જુલાઇ સુધીમાં ધંધુકામાં સૌથી વધુ 22.51 ઈંચ, અમદાવાદ શહેરમાં 14.21 ઈંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં આ અગાઉ 2022માં પણ ચોમાસાની ધીમી શરૂઆત થઇ હતી અને એ વખતે 8 જુલાઈ સુધી માત્ર 10 ટકા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુમાન અનુસાર આજે (9 જુલાઈ) અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં વરસાદની મંગળવારે 70 ટકા, બુધવારે 94 ટકા, ગુરુવારે 40 ટકા જેટલી સંભાવના છે.

અમદાવાદ જિલ્લામાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ, આ વખતે સિઝનનો માત્ર 18.50 ટકા નોંધાયો 2 - image

અમદાવાદ જિલ્લામાં ગત વર્ષ કરતાં ઓછો વરસાદ, આ વખતે સિઝનનો માત્ર 18.50 ટકા નોંધાયો 3 - image

Tags :