Gujarat

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો

By GS TEAM
29 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના જાહેર રોડ પર એક મહિલા હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એરપોર્ટ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ નિતેશકુમાર હનુમાનભાઈના જણાવ્યા અનુસાર, 28 મેના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીના કર્મચારીઓ સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના તેમના ધ્યાનમાં આવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વીડિયો વાયરલ, એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો

Ahmedabad Woman running with burning object : અમદાવાદના જાહેર રોડ પર એક મહિલા હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એરપોર્ટ પોલીસે અજાણી મહિલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ નિતેશકુમાર હનુમાનભાઈના જણાવ્યા અનુસાર, 28 મેના રોજ એરપોર્ટ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડ પોલીસ ચોકીના કર્મચારીઓ સોશિયલ મીડિયા પર મોનિટરિંગ કરી રહ્યા હતા, ત્યારે આ ઘટના તેમના ધ્યાનમાં આવી હતી.

સોશિયલ મીડિયા 'X' પર વીડિયો વાયરલ

પોલીસ અધિકારીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર મોનિટરીંગ કરી રહ્યા હતા, ત્યારે તેમને આ ચોંકાવનારો વીડિયો મળ્યો હતો. વીડિયોમાં લાલ રંગની સાડી જેવા પોશાકમાં અને માથા પર સફેદ કપડું બાંધેલી એક મહિલા જાહેર રોડ પર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી જોવા મળી રહી છે.

એરપોર્ટ સર્કલ પાસેની ઘટના: પોલીસે તપાસ તેજ કરી

વીડિયો સામે આવ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ટીમને આ ઘટના ક્યાંની છે?, અને તેની પાછળની પરિસ્થિતિ શું છે?, તેની તપાસ કરવા સૂચના આપી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઘટના અમદાવાદના એરપોર્ટ સર્કલથી ઝુંડાલ સર્કલ વચ્ચેના જાહેર રોડ પર બની હતી.

લોકોના જીવને જોખમ: જાહેર રોડ પર આ પ્રકારે સળગતી વસ્તુ લઈને દોડવું એ અત્યંત બેદરકારીભર્યું કૃત્ય છે, જેનાથી સામાન્ય લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે, અને કોઈને મોટી ઈજા કે નુકસાન પહોંચવાની સંભાવના રહે છે.

આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ₹1 કરોડના બોન્ડ પર તથ્ય પટેલને મળ્યા છે જામીન, 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા કરાવવા હુકમ

ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલ

અજાણી મહિલા સામે જાહેર રોડ પર બેદરકારીપૂર્વક અને બેજવાબદારીપૂર્વક આગ અથવા જ્વલનશીલ પદાર્થ સાથે ગેરવર્તણૂક કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023ની સંબંધિત કલમો હેઠળ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. એરપોર્ટ પોલીસે જણાવ્યું છે કે, વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ કરવા અને આ ઘટના પાછળનો અસલી હેતુ કે, પરિસ્થિતિ શું હતી તે જાણવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ આ મામલે આગળની કાયદેસરની તપાસ ચાલી રહી છે.