Get The App

અમદાવાદ પ્લેન ક્રેશઃ વિમાનની તપાસ માટે બોઈંગની ટીમ અને અમેરિકન એજન્સીઓ અમદાવાદમાં

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશઃ વિમાનની તપાસ માટે બોઈંગની ટીમ અને અમેરિકન એજન્સીઓ અમદાવાદમાં 1 - image


Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ગઈ છે. દુર્ઘટના બાદ તરત જ ભારતની ફોરેન્સિક, FSL, ATS (એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ) અને AAIB (એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો) જેવી એજન્સીઓએ સઘન તપાસ શરૂ કરી દીધી હતી. હવે આ તપાસમાં અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad Plane Crash LIVE: પૂર્વ CM વિજય રૂપાણીના DNA સેમ્પલ મેચ થયા, બોઈંગની ટીમ અમદાવાદ પહોંચી

અમદાવાદ પ્લેન ક્રેશઃ વિમાનની તપાસ માટે બોઈંગની ટીમ અને અમેરિકન એજન્સીઓ અમદાવાદમાં 2 - image

બોઈંગ કંપનીની ટીમ અમદાવાદ પહોંચી

આ દુર્ઘટનાની તપાસમાં અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA), નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓ જોડાશે. આ ઉપરાંત, દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર કંપની 'બોઇંગ'ની એક ટીમ પણ આજે અમદાવાદ આવી પહોંચી છે. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: વિસનગરના દંપતીનો મૃતદેહ વતન પહોંચતાં માહોલ ગમગીન, અંતિમ યાત્રા નીકળી

આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમ ભારતીય તપાસ એજન્સીઓ સાથે મળીને દુર્ઘટનાના મૂળ કારણો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ સંયુક્ત તપાસથી ઘટના પાછળના ટેકનિકલ સહિતના અન્ય પાસાઓ સ્પષ્ટ થવાની આશા છે.

Tags :