Gujarat

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઈલેક્ટ્રિક ખામી જવાબદાર હોવાની દિશામાં તપાસ હાથ ધરાઈ

By GS TEAM
21 Jul 20252 mins read
TukuTouch Logo
અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને એક મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. પ્લેન ક્રેશ ક્યા કારણથી થયું તેને લઈને સતત નવા ફણગા ફૂટી રહ્યા છે. હવે એવી ચોંકવાનરી વિગત સામે આવી છે કે, પ્લેનની ટેઇલ (પાછળનો ભાગ) આગમાં સળગ્યો નહોતો અને ઈલેક્ટ્રિક ખામી સર્જાઈ હોવાના સંકેત મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ઈલેક્ટ્રિક ખામી જવાબદાર હોવાની દિશામાં તપાસ હાથ ધરાઈ

Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશને એક મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. પ્લેન ક્રેશ ક્યા કારણથી થયું તેને લઈને સતત નવા ફણગા ફૂટી રહ્યા છે. હવે એવી ચોંકવાનરી વિગત સામે આવી છે કે, પ્લેનની ટેઇલ (પાછળનો ભાગ) આગમાં સળગ્યો નહોતો અને ઈલેક્ટ્રિક ખામી સર્જાઈ હોવાના સંકેત મળ્યા છે.

પ્લેનના પાછળનો ભાગ તપાસ માટે અત્યંત મહત્ત્વની કડી સમાન 

પ્લેન ક્રેશનું કારણ જાણવા અલગ-અલગ ટીમો કામગીરી કરી રહી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો(AAIB)ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ અમદાવાદમાં એરપોર્ટ પાસે એક ખાસ ગોડાઉન બનાવવામાં આવ્યું છે, જ્યાં ક્રેશ થયેલા વિમાનના કાટમાળના એક-એક ભાગની તપાસ થઈ રહી છે. આ તપાસમાં એવી પ્રાથમિક વિગત સામે આવી છે કે ક્રેશ થયેલા વિમાનના વીજળી પુરવઠામાં ખામી હતી. પ્લેન ક્રેશમાં બચેલા એકમાત્ર મુસાફર વિશ્વાસકુમાર રમેશે પણ કહ્યું હતું કે, 'પ્લેન ક્રેશ પહેલા વીજળી વારંવાર ખોરવાતી હતી. આ બાબત વીજ પુરવઠામાં ખામી હોવાના સંકેત કરે છે.

આ પણ વાંચો: અમદાવાદ નજીક ખાનગી વિલામાં વધુ એક દારૂની મહેફિલ, ₹1.61 લાખના મુદ્દામાલ સાથે 12ની ધરપકડ

ઉલ્લેખનીય છે કે, પ્લેન ક્રેશમાં વિમાનનો પાછળનો ભાગ બચી ગયો હતો અને ત્યાંથી કેબિન ક્રુ મેમ્બરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ સીટબેલ્ટ સાથે જોડાયેલો હતો અને ટક્કરને કારણે મૃત્યુ થયું હતું. દુર્ઘટનાના 72 કલાક બાદ ફાયર બ્રિગેડની ટીમને આ મૃતદેહ મળ્યો હતો. જેનાથી એ વાત સ્પષ્ટ છે કે વિમાનના પાછળના ભાગમાં રાખવામાં આવેલી ચીજવસ્તુ સલામત હતી. અમદાવાદથી લંડનની ઉડાન ભરતા પહેલા આ ફ્‌લાઇટ દિલ્હીથી અમદાવાદ આવી હતી. આ દરમિયાન વિમાનના સ્ટેબ પીઓએસ એક્સડીસીઆરમાં ટેક્‌નિક્‌લ ખામી સામે આવી હતી અને તેનું અમદાવાદમાં સમારકામ કરાયું હતું. આ સાધન પ્લેનના પાછળના ભાગમાં જ હતું.

આ ઉપરાંત પ્લેનની ટેઈલમાં રહેલું ઓક્સિલરી પાવર યુનિટ પણ સલામત છે, જે એન્જિનને શરૂ કરવા અને પાવર બેકઅપ આપવામાં મદદ કરે છે. વિમાનના આ ભાગમાં ઈલેક્ટ્રિક આગના પણ સંકેત મળે છે. એએઆઇબીએ ક્રેશ થયેલા વિમાનના તમામ ભાગને સંભાળીને રાખ્યા છે અને ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. 

નિષ્ણાતો શું કહે છે?

એવિએશન એક્સપર્ટના મતે વીજળી પૂરવઠો ખોરવાઇ જવાને કારણે ફ્લુલ કટઓફ થયું હશે. સંભવતઃ પ્લેન ફરી શરૂ કરવાના પ્રયાસમાં પાયલટ ફ્યુલ ઓન-ઓફ કર્યું હશે. પરંતુ કટઓફ કર્યા બાદ તેમને રન કરવાની તક મળી નહીં હોય, જેનાથી પ્લેન ક્રેશ થયું હશે. ફ્યુલ કટ ઓફ અને રન કરવામાં માત્ર સેકન્ડનો સમય લાગ્યો હશે. આ સ્થિતિમાં જો કોઈ પાયલટે ભૂલથી ફ્યુલ કટઓફ કર્યું પણ હોત તો બીજા પાયલટ પાસે ફ્યુલ શરૂ કરવા પૂરતો સમય હતો. જે દર્શાવે છે કે, ફ્યુલ કટઓફ પ્લેન ક્રેશ માટે સંપૂર્ણ સત્ય નથી.