Get The App

'ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ...' પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ

Updated: Jun 13th, 2025

GS TEAM

Google News
Google News
'ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ...' પ્લેનમાં સવાર થતાં પહેલાનો બ્રિટિશ નાગરિકોનો વીડિયો વાઈરલ 1 - image


British citizens Video viral : ગુજરાતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં દેશભરમાં શોક છવાયો છે. અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 230 મુસાફરો અને 2 પાઇલટ સહિત 12 ક્રૂ મેમ્બર પણ સામેલ હતા. વિમાન દુર્ઘટનામાં 200થી વધુ મૃતદેહ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બ્રિટિશના એક મુસાફરનું મોત નીપજ્યું હતું. આ મુસાફરે દુર્ઘટના પહેલા સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો અને તેની ચર્ચા થઈ રહી છે. વીડિયોમાં પાછળ વિજય રૂપાણી પણ જોવા મળ્યા હતા.


અમદાવાદથી લંડન જઈ રહેલા પ્લેનમાં 53 બ્રિટિશના નાગરિકો સવાર હોવાનું સામે આવ્યું છે. જેમાંથી જેમી મીક નામના બ્રિટિશ નાગરિકનો ઘટના પહેલાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં જેમી મીકે ઈન્સ્ટાગ્રામ પર ભારતના પ્રવાસનો અનુભવ શેર કર્યો હતો. જેમીએ પોસ્ટમાં લખ્યું હતું કે, 'અનેક યાદો સાથે ભારતમાંથી વિદાય લઈ રહ્યા છીએ...'


'ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ...'

ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જેમી તેના સાથી મિત્ર ફિયોનગલ ગ્રીનલોએ ભારતની મુલાકાતના પોતાના અનુભવને યાદ કર્યા અને ભારતમાં છેલ્લી રાત હોવાના કારણે અફસોસ વ્યક્ત કર્યો હતો. જેમાં ગુરુવારની સવારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાનની ઉડાન ભરતા પહેલા જેમીએ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું કે, 'ગુડ બાય ઈન્ડિયા, થેન્ક યુ...'

આ પણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ| LIVE: તમામ મુસાફરોના મૃત્યુની આશંકા વચ્ચે 11A નંબરની સીટ પરનો મુસાફર જીવિત

અમદાવાદ ઍરપોર્ટ નજીક મેઘાણીનગર વિસ્તારમાં ગુરુવારે (12 જૂન) બપોરે લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ટેક ઑફ થયાના થોડીવાર પછી ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં બે પાઇલટ સહિત 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 265થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ટાટા ગ્રૂપે જાહેરાત કરી છે કે, અકસ્માતમાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, એર ઇન્ડિયા ટાટા ગ્રૂપની માલિકીની છે.

Tags :