Gujarat

અમદાવાદ વિમાન દુર્ઘટના: 247 મૃતદેહોના DNA થયા મેચ, 232 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા

By GS TEAM
21 Jun 20251 min read
TukuTouch Logo
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, આજે શનિવારે (21 જૂન) અત્યારસુધીમાં 247 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 232 મૃતદેહો પરિવારને સોંપાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ વિમાન દુર્ઘટના: 247 મૃતદેહોના  DNA થયા મેચ, 232 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે DNA મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, આજે શનિવારે (21 જૂન) અત્યારસુધીમાં 247 મૃતકોના DNA મેચ થઈ ચૂક્યા છે. જેમાંથી 232 મૃતદેહો પરિવારને સોંપાયા છે.

247 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા

સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 247 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા છે.  વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, 23 મૃતકોને વિમાન મારફતે પરિવાર સુધી મોકલવાયા છે, જ્યારે 209 મૃતકોના પાર્થિવ દેહને 108 એમ્બ્યુલન્સ દ્વારા પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આજે બે જિલ્લામાં રેડ ઍલર્ટ, 27 જૂન સુધી થશે ધોધમાર વરસાદ

ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત, અન્ય 15 મૃતકોના પરિવારજનો તેમના બીજા સ્વજનોના DNA મેચ થવાની રાહ જોઈ છે. તેમજ 6 પાર્થિવ દેહ પોસ્ટમોર્ટમ રૂમમાં છે. 232 મૃતદેહો પરિવારોને સોંપાયા છે, જેમાં 175 ભારતીય, 52 બ્રિટિશર, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 12 લોકો નોન પેસેન્જર છે. જ્યારે અન્ય મૃતકોના DNA મેચ કામગીરી ચાલી રહી છે