અમદાવાદ પ્લેન ક્રેશના મૃતકોના પાર્થિવ દેહ સોંપતી વખતે હૃદયદ્રાવક વિલાપના દૃશ્યો સર્જાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા મૃતકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં આપવામાં આવી રહ્યા છે. મૃતદેહ સોંપવામાં આવતી વખતે સ્વજનોના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
પ્રત્યેક કલાકે સરેરાશ બે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે
શનિવારે બપોરે 3:20 વાગ્યે પ્રથમ મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને મૃતદેહ સોંપવામાં આવી રહ્ય છે. હાલની સ્થિતિએ પ્રત્યેક કલાકે સરેરાશ બે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. આમ, મૃતદેહ સ્વજનોને સોંપવાની પ્રક્રિયા હજુ બુધવાર સુધી ચાલે તેવી સંભાવના છે.
મૃતદેહ સોંપતી વખતે ચહેરો પણ ન ઓળખાવાથી સ્વજનોના દુઃખમાં વધારો
કાગળ-દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે, ત્યારે સ્વજનોના અફાટ રૂદનથી સમગ્ર માહોલ ગમગીન બની ગયો છે. મોટાભાગના મૃતદેહમાં ચહેરા ઓળખાય તેવા પણ રહ્યા નથી. પોતાના વ્હાલસોયાનો ચહેરો અંતિમ વખત પણ જોઈ નહીં શકાય તે બાબત સ્વજનોની પીડામાં વધારો કરે છે.
આ પણ વાંચો: ભાવનગર શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા
બીજી તરફ ડીએનએ સેમ્પલ આપી દીધા બાદ જેઓ મૃતદેહની રાહ જોઇ રહ્યા છે તે સ્વજનો માટે એક-એક ક્ષણ હાલ એક-એક યુગ સમાન હોય તેવી છે. તેઓ હેલ્પ ડેસ્કમાં સતત પૂછતા જોવા મળી રહ્યા છે.









