Get The App

ભાવનગર શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા

Updated: Jun 16th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગર શહેર અને જિલ્લામાં 25 દિવસમાં કોરોનાના 52 કેસ નોંધાયા 1 - image


- રવિવારે કોરોના વાયરસનો એક પણ કેસ નહીં નોંધાતા રાહત 

- શહેરમાં 51 અને જિલ્લામાં માત્ર 1 કેસ નોંધાયો : 34 દર્દી કોરોનામૂક્ત થયા, 17 દર્દી ઘરે સારવાર હેઠળ 

ભાવનગર : ભાવનગર શહેરમાં આજે રવિવારે કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી તેથી લોકોને રાહત થઈ છે, જયારે કોઈ દર્દી કોરોના મૂક્ત પણ થયુ નથી. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસમાં જ કોરોના વાયરસના પર કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. 

ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, જેના કારણે લોકોની ચિંતા વધી છે અને આરોગ્ય વિભાગની દોડધામ વધી છે, જો કે આજે રવિવારે કોરોના વાયરસનો નવો કેસ નોંધાયો નથી અને કોઈ દર્દી કોરોના મૂક્ત નથી થયો. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા રપ દિવસમાં કોરોનાના કુલ પર કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના પ૧ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના ૧૭ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છે તેમ ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

શહેરની સરખામણીએ જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે તેથી ગામડાઓમાં રાહત છે, જયારે શહેરીજનોમાં ફફડાટ વધ્યો છે. શરદી, ઉઘરસ, તાવ વગેરે લક્ષણો કોરોના વાયરસના છે અને આવા કેસ હાલ વધી રહ્યા છેે. કોરોના વાયરસના લક્ષણ હોય તેવા દર્દીઓએ સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે રિપોર્ટ કરાવવા જોઈએ તેમજ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

Tags :