Get The App

અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા જાણો 10 જ પોઈન્ટમાં A to Z 1 - image

Ahmedabad Plane Crash Report:  અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ મુદ્દે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. 12 જૂન 2025ના દિવસે અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી લંડન માટે ઉડાન ભરનારી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 બોઇંગ 787-8 ડ્રીમલાઇન ફક્ત 32 સેકન્ડમાં જ ક્રેશ થઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતે 241 મુસાફરો અને ક્રૂ મેમ્બરની સાથે અન્ય 19 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાના પ્રાથમિક રિપોર્ટમાં અનેક રહસ્ય બહાર આવ્યા છે. 

કૉકપિટમાં પાયલટની મૂંઝવણથી માંડીને અચાનક ખોટકાઈ ગયેલા એન્જિન સહિત 10 મહત્ત્વના મુદ્દા. 

બંને એન્જિનની ફ્યુલ સ્વિચ અચાનક ‘કટ ઓફ’ 

ટેકઑફ બાદ વિમાન 180 નૉટ્સની સ્પીડ પર હતું, ત્યારે બંને એન્જિનની ફ્યુલ સ્વિચ 'રન'થી અચાનક 'કટ ઑફ' પોઝિશનમાં જતા રહ્યા. આ ઘટના એવી હતી કે જાણે કોઈએ જાણી જોઈને કે અજાણ્યા એન્જિનના શ્વાસ રોકી દીધા હોય. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની હોનારત જ ના સર્જાઈ હોત, 6 વર્ષ અગાઉ સલાહ માની લીધી હોત તો...

બંને પાયલટ્સ વચ્ચે મૂંઝવણ

કૉકપિટ વૉઇસ રેકોર્ડરમાં કેપ્ચર થયેલી વાતચીત ચોંકાવનારી છે. એક પાયલટ બીજાને પૂછે છે કે, 'તમે ફ્યુલ કટ ઑફ કેમ કર્યું?' તેના જવાબમાં બીજા પાયલટ કહે છે કે, 'મેં તો કંઈ નથી કર્યું' આ સંવાદ પરથી માલુમ પડે છે કે, કૉકપિટમાં બંને વચ્ચે કેવી મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી! 

શું હતું અકસ્માતનું કારણ? 

પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ફ્યુલ સ્વિચની મૂવમેન્ટ પર સવાલ ઊભા થયા છે, પરંતુ આ કોઈ માનવીય ભૂલ હતી, ટેક્નિકલ ખામી હતી કે જાણી જોઈને કંઈ કરાયું હતું તે હજુ સુધી સ્પષ્ટ નથી.       

એન્જિન 1 માં આશાનું કિરણ, પરંતુ વિમાન તૂટી પડ્યું 

આ તપાસ પ્રમાણે, એન્જિન 1માં ફ્યુલ કટ ઑફ બાદ પણ પાયલટને રિકવરીની આશા હતી. તેની સ્પીડ ઘટ્યા બાદ ફરી વધવા લાગી હતી, પરંતુ વિમાનને બચાવવા માટે સમય પૂરતો ન હતો. 

એન્જિન 2નો નિષ્ફળ પ્રયાસ

એન્જિન 2ને ફરી ચાલુ કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સંપૂર્ણ રીતે સ્થિર ન થઈ શક્યું. વારંવાર ફ્યુલ નાંખવા છતાં વિમાનની સ્પીડ સતત ઘટતી ગઈ અને દુર્ઘટના ટાળવી અશક્ય થઈ ગઈ. 



રિલાઇટનો પ્રયાસ, પરંતુ તેમાં પણ નિષ્ફળતા

પાયલટે તુરંત ફ્યુલ સ્વિચને ફરી 'રન' પોઝિશનમાં કરી અને બંને એન્જિનમાં એક્ઝોસ્ટ ગેસ ટેમ્પરેચર (EGT) વધવાથી રિલાઇટનો પ્રયાસ સ્પષ્ટરૂપે જોઈ શકાયો. જો કે, ઓછી ઊંચાઈના કારણે પાયલટને પૂરતો સમય જ ના મળ્યો. 

આ પણ વાંચોઃ અમદાવાદ પ્લેન ક્રેશ: પ્રાથમિક રિપોર્ટ જાહેર થયા પછી એર ઈન્ડિયા-બોઈંગની પહેલી પ્રતિક્રિયા

એન્જિનની સ્પીડ લઘુતમથી પણ ઓછી

ફ્લાઇટ ડેટા રેકોર્ડરના વિશ્લેષણ પ્રમાણે, બંને એન્જિનની N2 વેલ્યુ સરેરાશ સ્પીડથી પણ ઓછી હતી, જે એન્જિન સંપૂર્ણપણે ઠપ થઈ જવાનો જ સંકેત હતો. 

બ્લેક બૉક્સનો એક ભાગ બેકાર

અકસ્માતમાં વિમાનના એન્જિનની સાથે એન્હાન્સ્ડ એરબોર્ન ફ્લાઈટ રેકોર્ડર (EAFR) સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ચૂક્યા હતા. આ કારણસર ડેટાને સામાન્ય રીતે કાઢવો સંભવ નહતો. પ્લેન ક્રેશની તપાસમાં આ મોટો ઝટકો ગણી શકાય. 

સલામતીના કોઈ જ સૂચન નહીં, તપાસ શરૂ

AAIBએ હજુ સુધી બોઇંગ 787-8 અથવા તેના GE GEnx-1B એન્જિન માટે સલામતીના કોઈ સૂચન જાહેર કર્યા નથી, જે સંકેત આપે છે કે, અત્યાર સુધી કોઈ ટેક્નિકલ ખામી સામે નથી આવી.     

આગળની તપાસમાં પુરાવા ભેગા કરાશે 

AAIBએ કહ્યું કે, પ્રાથમિક તપાસ કરીને ઊંડી તપાસનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે, જેમાં ઊંડું વિશ્લેષણ કરીને વધુ પુરાવા એકઠા કરવામાં આવશે.




Tags :