Gujarat

ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ

By GS TEAM
13 Dec 20252 mins read
TukuTouch Logo
ઉત્તરાયણના તહેવાર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરતાં આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને 7.48 લાખની કિંમતની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉત્તરાયણ પહેલાં સાણંદમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો, પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ

Chinese Cord Case: ઉત્તરાયણના તહેવાર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ કરતાં આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને 7.48 લાખની કિંમતની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.

ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી

એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે સાણંદ, નાની ગોલવાડના રહેવાસી ભીખાભાઈ શાંતીભાઈ રાણા અને તેમના પુત્ર રાજુભાઈ રાણા નળ સરોવર રોડ પર આવેલા ગોરજ ગ્રામ પંચાયત હસ્તકના રણમલગઢ ગામની સીમમાં અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડીઓમાં ચોરીછૂપીથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારીને વેચાણ કરે છે. ચોક્કસ બાતમીના સ્થળે તપાસ કરતાં 39 સીલબંધ બોક્સ મળી આવ્યા હતા.

7.48 લાખની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત

જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 1872 રીલ(રૂ.7,48,800) જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ભીખાભાઈ શાંતીલાલ રાણા, તેમના પુત્ર રાજુભાઈ ભીખાભાઈ રાણા અને અશોકભાઈ મુળજીભાઈ ઠાકોર (રહે. હાલ સાણંદ, મુળ રહે.કરકથલ ગામ તા.વિરમગામ) વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ડરેલા હાવભાવવાળા વૃદ્ધાએ 33 લાખની FD તોડાવી, બેન્ક સ્ટાફને શંકા જતાં 'ડિજિટલ અરેસ્ટ'થી બચાવ્યા

ચાઈનીઝ દોરી વેચવી અને ખરીદવી બંને ગુનો

સમગ્ર ગુજરાતમાં સરકારે નાયલોન અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલી અને નોન બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરીના વેચાણ પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો છે. છતાં પણ લેભાગુ તત્વો વધારે રૂપિયા રળવાની લ્હાયમાં લોકો અને પક્ષીઓના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ભૂતકાળમાં ચાઈનીઝ દોરીથી લોકોના ગળા કપાયા હોય, મોતને ભેટ્યાં હોય, પશુ પંખીઓને ઇજા થઈ હોય તેવી અનેક એવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે ઉત્તરાયણ પહેલા થયેલી આ કાર્યવાહી ચાઈનીઝ દોરીને વેચતા અને વાપરતા લોકો માટે ચેતવણીરૂપ છે.