Get The App

અમદાવાદ: ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડધામ

Updated: Jan 5th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ:  ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડધામ 1 - image


Ahmedabad News: ઇન્કમ ટેક્સ પાસે આવેલી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે ઇમેલ મારફતે કોર્ટના ઈમેલ પર મેલ કરીને કોર્ટને ઉડાવવાની ધમકી આપી હતી. ઇમેલ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. નવરંગપુરા પોલીસ, બોમ્બ સ્કવૉડ, ડોગ સ્કવૉડ દ્વારા કોર્ટમાં હાલ તપાસ કરવામાં આવી રહી છે. ધમકી મળતા કોર્ટની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.

કોઈ પણ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પોલીસે હાલ સાયબર ટીમોની મદદથી ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો તેની પણ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ:  ઇન્કમ ટેક્સ પાસે આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી, ઈમેલ મળતાં કોર્ટ સંકુલમાં દોડધામ 2 - image

મહત્વનું છે કે આ પહેલા 17 ડિસેમ્બરના રોજ અમદાવાદની 8 સ્કૂલમાં બોમ્બ મૂક્યાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જે બાદ શાળામાં શિક્ષણ કર્યા મુલતવી રાખવામાં આવ્યું હતું. પણ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.

ધમકીભર્યા મેલનો સિલસિલો યથાવત 

ગુજરાતમાં આ પહેલા સરકારી કચેરીઓ,એરપોર્ટ,સ્કૂલો જેવા સ્થળોએ બોમ્બ કે આરડીએક્સ મૂકવામાં આવ્યા છે તેવી ધમકી આપતા મેલ અવારનવાર મળ્યા હતા. મેલ બોગસ હોવા છતાં પોલીસ દ્વારા ગંભીર નોંધ લઇને તપાસ કરવામાં આવતી હોય છે. ધમકીના મોટાભાગના મેલનું આઇપી એડ્રેસ વિદેશનું મળતું હોય છે. જેને કારણે પોલીસની તપાસમાં અળચણ આવતી હોય છે, ઘણી વખત માનસિક તણાવનો ભોગ બનેલા કે અસ્થિર દ્વારા પણ આવા ધમકીભર્યા મેઈલ મોકલવામાં આવતા હોય છે છેલ્લે ધમકી આપનારાનો ઇરાદો માત્ર હેરાનગતિ કરવા સિવાય કોઇ નહીં હોવાનું ખૂલે છે. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળતી નથી. જો કે આજે પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, તપાસમાં શું નીકળશે તે જોવું રહ્યું!


આ પણ વાંચો: 'કાલે અમદાવાદમાં બોમ્બ ફૂટવાનો છે': કંટ્રોલ રૂમમાં આવેલા એક ફોનથી પોલીસ દોડતી થઈ, તપાસમાં ચોંકાવનારો ખુલાસો