અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસામાં પ્રજાના પૈસાથી વીસ કરોડથી વધુના ખર્ચે ધુમાડો કરશે
પેસ્ટ કેર ઈન્ડિયા, કલીન ઈન્ડિયા જેવી કંપનીઓને કામગીરી આપવા દરખાસ્ત મંજુર કરાઈ
અમદાવાદ,સોમવાર,2 જુન,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ચોમાસમાં
પ્રજાના પૈસાથી વીસ કરોડથી વધુના ખર્ચથી ધુમાડો કરી મચ્છર મારવા તથા પોરાનાશકની
કામગીરી કરાવાશે. બે વર્ષની સરખામણીમાં ફોગીંગ અને પોરાનાશક કામગીરી માટે પેસ્ટ
કેર ઈન્ડિયા પ્રા.લી, ઉપરાંત
સેન્ટ્રલ વેયર હાઉસિંગ કોર્પોરેશન લીમીટેડ તથા એચ.પી.સી.કોર્પોરેશન અને કલીન
ઈન્ડિયા જેવી કંપનીઓને બે વર્ષની સરખામણીએ ચાર માસની કામગીરી માટે વધુ ભાવથી
કામગીરી હેલ્થ કમિટીએ આપી છે.
હેલ્થ કમિટીએ વર્ષ-૨૦૨૫માં ઈન્ડોર ફોગીંગ માટે યુનિટ દીઠ
રુપિયા ૧૬.૪૦ના ભાવથી સાત ઝોનના ટેન્ડર મંજુર કર્યા છે.આ માટે કુલ ખર્ચ રુપિયા ૧૦.૫૧
કરોડ થશે.વર્ષ-૨૦૨૨-૨૩માં આ જ કામગીરી માટે રુપિયા ૨.૮૮ કરોડ અને વર્ષ-૨૦૨૩-૨૪માં રુપિયા ૨.૫૬ કરોડનો ખર્ચ
થયો હતો.મેલેરિયા વિભાગ દ્વારા પોરાનાશક કામગીરી માટે પણ સાત ઝોનના ટેન્ડર કરવામા
આવ્યા છે.જે પૈકી કુમાર એજયુકેશનને વર્ષોથી તળાવ સફાઈનો કોન્ટ્રાકટ આપવામા આવી
રહયો છે.પોરાનાશક કામગીરી માટે રુપિયા ૧૦.૫૦ કરોડના ટેન્ડર મંજુર કરાયા
છે.વર્ષ-૨૦૨૨-૨૩માં આ કામગીરી માટે રુપિયા ૧.૫૮ કરોડ તથા વર્ષ-૨૦૨૩-૨૪માં રુપિયા
૧.૮૧ કરોડનો ખર્ચ કરાયો હતો.