AMC Tax Interest Waiver Scheme: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ કરાશે. વર્ષ (2025-26)ના બીલ ઉપર યોજના લાગૂ થશે નહીં. જાન્યુઆરી મહિનામાં રહેણાંક મિલકતો માટે વ્યાજમાં 85 તથા કોમર્શિયલ મિલકત માટે વ્યાજમાં 65 ટકા વ્યાજમાફી કરદાતાને અપાશે. આ સ્કીમથી કોર્પોરેશનને રૂપિયા 500 કરોડથી વઘુ આવક થવાનો આશાવાદ છે.
કયા મહિનામાં કેટલી વ્યાજ માફી?
જાન્યુઆરીમાં રહેણાંક મિલકતો માટે 85, કોમર્શિયલ મિલકત માટે 65 ટકા વ્યાજમાફી
અમદાવાદમાં 15 લાખથી વઘુ રહેણાંક તથા 7 લાખથી વઘુ કોમર્શિયલ મિલકતો આવેલી છે.કુલ મળીને 22 લાખથી વઘુ મિલકતોના મિલકત ધારકોને જુની અને નવી ફોર્મ્યુલા મુજબ પ્રોપર્ટી ટેકસના વ્યાજમા અલગ અલગ સ્લેબમાં માફી આપવાનો નિર્ણય કરાયો છે. વ્યાજમાફી સ્કીમ હેઠળ ચાલી અને ઝૂંપડાવાળી મિલકતો માટે વ્યાજમાં સો ટકા માફી અપાશે.જુની ફોર્મ્યુલા અંતર્ગત 1 જાન્યુઆરીથી 31 માર્ચ 2026 સુધી રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારની મિલકત માટે 100 ટકા વ્યાજમાફી અપાશે.આ વ્યાજ માફી સ્કીમ વર્ષ-2025-26ના બાકી પ્રોપર્ટી ટેકસ માટે લાગૂ પડશે નહીં.
આ પણ વાંચો: નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPG સિલિન્ડર રૂ.111 મોંઘો
દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર 18 ટકા વ્યાજની વસૂલાત કરવામાં આવે છે. જેની કુલ રકમમાં (વર્ષ 2025-26 સિવાય) રાહત આપવામાં આવી છે. અમદાવાદમાં કુલ 25.89 લાખ ટેક્સ ધારકો છે જેમાં 6.52 લાખ કોમર્શિયલ જ્યારે 19.37 લાખ રહેણાંક મિલકત ધારકો છે.


