Get The App

અમદાવાદ રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત, પોલીસે ₹ 1.56 કરોડનો દંડ વસૂલ્યો

Updated: May 13th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ  રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત, પોલીસે ₹ 1.56 કરોડનો દંડ વસૂલ્યો 1 - image


Ahmedabad Police : અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા 1 જાન્યુઆરી 2025થી રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરાયું હતું. આમ છતાં મોટાભાગના રિક્ષા ચાલકોએ મીટર લગાવ્યું ન હોવાથી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. શહેર ટ્રાફિક પોલીસે મીટર વગર ચાલતા 28,112 રિક્ષા ચાલકો વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ₹ 1.56 કરોડનો દંડ વસૂલ કર્યો છે. પોલીસ કમિશનરદ્વારા અપીલ છે કે, તમામ રિક્ષા ચાલકો દ્વારા મીટર ફરજિયાત લગાવવામાં આવે જેથી તેઓ દંડથી બચી શકે. 

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શું કહ્યું હતું?

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું હતું કે, 'રિક્ષાચાલક પેસેન્જરો પાસેથી પૈસા વધુ લેતા હોવાની ફરિયાદો મળી હતી. 1 જાન્યુઆરીથી હવે કોઈ રિક્ષાચાલક રિક્ષામાં મીટર લગાડેલું નહી જણાય પોલીસ ફાઈન કરશે અને બીજા ફાઈન પછી પરમીટ ભંગનો કેસ થશે અને રિક્ષા ડિટેઈન કરવામાં આવશે. એટલે આ ડિસેમ્બર મહિનામાં હું તમામ રિક્ષાચાલક-માલિકોને અપીલ કરું છું કે, મીટર લગાડો. જ્યારે દર વર્ષે ઓટો રિક્ષાનું RTOમાં રિન્યુઅલ થાય છે, ત્યારે રિક્ષામાં મીટર લગાવામાં આવે છે. પરંતુ રિક્ષા ચાલકો મીટર લગાવતા નથી ને ઘરે મુકી રાખે છે.'

લોકોની ફરિયાદ બાદ લેવાયો હતો નિર્ણય

નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલા રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો હતો. જાન્યુઆરીની પહેલી તારીખથી રિક્ષાચાલકોની રિક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે. 

Tags :