Get The App

અમદાવાદનો વધુ જોખમી ભૂકંપ ઝોન-4માં સમાવેશ, હવે તમામ પ્રકારના બ્રિજનું મજબૂતીકરણ ફરજિયાત

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદનો વધુ જોખમી ભૂકંપ ઝોન-4માં સમાવેશ, હવે તમામ પ્રકારના બ્રિજનું મજબૂતીકરણ ફરજિયાત 1 - image



Ahmedabad News: અમદાવાદના 16 જૂના બ્રિજ ઉપર રૂપિયા ત્રણ કરોડના ખર્ચથી હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારના ધ બ્યુરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા અમદાવાદને સિસ્મિક ઝોન-ત્રણમાંથી ઝોન ચારમાં મૂકવામા આવ્યું છે. આ કારણથી આગામી સમયમાં શહેરના તમામ રિવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજના સ્ટ્રેન્થનિંગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે અમદાવાદના સિસ્મિક ઝોનમાં ફેરફાર કરવા પાછળનું એક કારણ અમદાવાદ-મુંબઈ વચ્ચે આગામી વર્ષમાં શરૂ થનારી હાઈસ્પીડ બુલેટ ટ્રેન હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મે-2026થી અમદાવાદમાં સિસ્મિક ઝોન-ચાર મુજબ જ બિલ્ડિંગોની સ્ટ્રકચરલ ડિઝાઈન એપ્રુવ કરવામાં આવશે.

સિસ્મિક ડિઝાઇન પેરામીટર 

ઈન્ડિયન સ્ટાન્ડર્ડ-1893માં સમયની માંગ મુજબ, વખતોવખત ફેરફાર કે સુધારા અમલમા મુકાતા ગયા છે. વર્ષ-2001માં રાજ્યમાં આવેલા વિનાશક ભૂકંપ પછી અમદાવાદને સિસ્મિક ઝોન ત્રણમાં મૂકવામા આવ્યું હતું. જે હવે નવા રીક્લાસિફિકેશન પછી સિસ્મિક ઝોન-ચારમાં મૂકવામાં આવ્યું છે. સિસ્મિક ઝોન બદલાવાથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા રિવરબ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજને પુશઓવર મેથડથી એનાલિસિસ કરી પ્રાયોરિટી બેઝથી બ્રિજના સ્ટ્રેન્થનિંગની કામગીરી કરવી જરૂરી બનશે. સિસ્મિક ડિઝાઇન પેરામીટર તમામ પ્રકારના નવા ઈન્ફ્રાસ્ટ્રકચર જેમાં બ્રિજનો પણ સમાવેશ થાય છે તેમા નવા નિયમ મુજબ કામગીરી કરાવવી પડશે. 

આ પણ વાંચોઃ ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે

અમદાવાદના જે 16 બ્રિજ પર હાઇટ બેરીયર લગાવવા નિર્ણય કરાયો છે તે પાછળ બ્રિજની લોડ કેપેસિટીમાં કરાયેલો વધારો કારણભૂત હોવાનું તંત્ર તરફથી કહેવાઈ રહ્યુ છે. વર્ષ-1973માં શહેરમાં બનાવાયેલ સુભાષબ્રિજ ઉપર તે સમયે બ્રિજ ઉપરથી પસાર થતા ભારે વાહનો તથા બ્રિજની લોડીંગ કેપેસિટીની તુલનામા હાલમાં 300 ટન કેપેસિટીના વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાના કારણે આ બ્રિજ સહિત 16 બ્રિજ ઉપર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય લેવો પડવો છે.

સુભાષબ્રિજ અંગે સૌ પહેલી જાણ સફાઈ કામદારે કરી હતી

4 ડિસેમ્બરથી સુભાષબ્રિજ તમામ પ્રકારની અવર જવર માટે બંધ કરાયો છે. કોર્પોરેશનના બ્રિજ પ્રોજેકટ વિભાગ દ્વારા બ્રિજ ઉપર ઉગી નીકળતી વનસ્પતિ સાફ કરવા સફાઈ કામદારને ફરજ સોંપાઈ હતી. આ સફાઈ કામદારનું ધ્યાન બ્રિજ ઉપર પડેલી તિરાડ ઉપર પડતા તેણે તાકીદે બ્રિજ ઉપરની તિરાડના ફોટો અને વિડીયો લઈ બ્રિજ પ્રોજેકટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને મોકલતા અધિકારીઓ ગણતરીની મિનિટોમા બ્રિજ ઉપર પહોંચ્યા હતા અને પોલીસની મદદ લઈ તાત્કાલિક બ્રિજ ઉપરની અવરજવર બંધ કરાવાઈ હતી.

અમદાવાદમા પ્રોપર્ટીના ભાવમાં ઉછાળો આવશે

મે-2029થી અમદાવાદમાં તમામ બિલ્ડિંગ સિસ્મિક-ઝોન-ચારની ગાઇડલાઈન મુજબ ડિઝાઇન એપ્રુવ કરાવ્યા પછી બનાવાના રહેશે. નવા નિયમ લાગુ થયા પછી સ્ટ્રકચરલ એન્જિનિયરોએ બિલ્ડિંગો માટે એવી ડિઝાઈન તૈયાર કરવી પડશે કે, જે રિચર સ્કેલ ઉપર શક્તિશાળી ભૂકંપના ઝટકા સામે ટકી શકે. આ માટે બાંધકામ સામગ્રીના ઉપયોગમાં પણ વધારો કરવો પડશે. એક અનુમાન મુજબ નવા નિયમ લાગુ પડયા પછી અમદાવાદમા પ્રોપર્ટી મોંઘી થવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ દાંતામાં પોલીસ-ફોરેસ્ટ અધિકારીની ટીમ પર પથ્થર અને તીર-કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ

16 બ્રિજ ઉપર હાઇટ બેરિયર લગાવતા પહેલાં શું કાર્યવાહી કરાશે?

  • તમામ 16 બ્રિજ ઉપર હેવી લોડેડ વાહનોને પ્રતિબંધિત કરતા પહેલા વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા સાથેનું જાહેરનામું બહાર પડાશે.
  • આ 16 બ્રિજ ઉપરથી એ.એમ.ટી.એસ..બી.આર.ટી.એસ કે લકઝરી જેવા પેસેન્જર વાહન પસાર થઈ શકશે.
  • જે તે બ્રિજની લોડિંગ કેપેસિટી અનુસાર જ વાહનોની અવરજવર થાય એ માટે અલગ રૂટ જાહેર કરવામાં આવશે.

25 ડિસેમ્બર પછી પણ સુભાષબ્રિજ ચાલુ થવાની સંભાવના નથી

સુભાષબ્રિજ બંધ કરાયા પછી કોર્પોરેશન તરફથી એમ પેનલ કરાયેલ એજન્સીઓ પાસેથી ઈન્સપેકશન કરાવાયુ છે. ઉપરાંત રાજય સરકારના આર.એન્ડ બી.વિભાગ તેમજ સુરત સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીયુટ ઑફ ટેક્નોલોજી, આઈ.આઈ.ટી. રૂરકી તેમજ આઈ.આઈ.ટી. મુંબઈ પાસેથી ડિટેઇલ ઈન્સપેકશન કરાવાયું છે. આ તમામ ટીમો પરત ફરી ગઈ છે. હાલમાં બ્રિજ નીચે નદીના ભાગમા ફાઉન્ડેશનને લઈ ઈન્સ્પેકશનની કામગીરી ચાલી રહી છે. 25 ડિસેમ્બર પછી પણ સુભાષબ્રિજ ચાલુ થવાની સંભાવના નથી. આ પાછળનું મુખ્ય કારણ કોર્પોરેશન તંત્ર બ્રિજમા જે કાંઈ ખામી જોવા મળી. જે ઈન્સપેકશન રીપોર્ટ આવશે તે મુજબ સંપૂર્ણપણે રીપેર કર્યા વગર બ્રિજ રાબેતામુજબ કરવા માંગતુ નથી.

સિસ્મિક ઝોન-ચાર એટલે શું?

બી.આઈ.એસ.અમદાવાદને સિસ્મિક ઝોન-ત્રણમાંથી ઝોન-ચાર એટલે કે વધુ સંવેદનશીલ કેટેગરીમા મૂકવામા આવ્યુ છે. વર્ષ-2001માં રાજયમાં આવેલા વિનાશક ભૂકંપને પગલે અમદાવાદમાં પણ અનેક ઈમારતો ધરાશાથી થઈ હતી. 900થી વધુ લોકોના ભૂકંપમાં મોત થયા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમદાવાદને સિસ્મિક ઝોન-ચારમાં મૂકવામાં આવ્યું છે.


Tags :