ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10.18 કરોડનો ખર્ચો, આ મામલે અમદાવાદ મોખરે

Gujarat Healthcare: પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PMJAY ) હેઠળ વર્ષ 2024-25માં ગુજરાતમાંથી 13,54,481 દાવા થયેલા છે. આ દાવાની કુલ રકમ 3719.14 કરોડ રૂપિયા છે. આમ ગુજરાતીઓની સારવાર પાછળ દરરોજ સરેરાશ 10 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. નાણાકીય વર્ષ 2023-24માં આરોગ્ય પાછળ દાવાની રકમ 3510.63 કરોડ રૂપિયા હતી. આમ આયુષ્યમાન યોજનામાં સારવાર પાછળ એક વર્ષમાં વધારો નોંધાયો છે.
આયુષ્યમાન યોજના પાછળ રાજ્યના જે જિલ્લામાંથી એક વર્ષમાં સૌથી વઘુ ખર્ચ થયો હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદ જિલ્લામાંથી 467.41 કરોડ રૂપિયાના 1.61 લાખથી વધુ દાવા થયા હતા. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં આરોગ્ય પાછળ સરેરાશ 1.70 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થાય છે. સૌથી વધુ રકમના દાવા હોય તેમાં સુરત બીજા, રાજકોટ ત્રીજા, બનાસકાંઠા ચોથા અને વડોદરા પાંચમાં સ્થાને છે.

ગુજરાતમાં 2 કરોડ વધુ આયુષ્યમાન કાર્ડધારકો
નાણાકીય વર્ષ 2023-24માં 77.89 લાખ, જ્યારે 2024-25માં 25.15 લાખ આયુષ્યમાન કાર્ડ જાહેર થયેલા હતા. આ સાથે જ ગુજરાતમાં 2.79 કરોડ જેટલા આયુષ્યમાન કાર્ડધારકો છે. જાણકારોના મતે, મોટાભાગના લોકોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે એકવાર આયુષ્માન કાર્ડ મળી ગયું એટલે ગમે ત્યારે અને ગમે તેટલી વાર સંપૂર્ણ મફત સારવાર મળશે, પરંતુ આ માન્યતા ભૂલભરેલી છે. વાસ્તવમાં આ યોજનામાં સરકાર દ્વારા વાત્ત્ષક આત્ત્થક મર્યાદા નક્કી કરવામાં આવી છે અને તેનો લાભ પણ ચોક્કસ શરતોને આધીન જ મળે છે. આ યોજનામાં સૌથી મોટી ગેરસમજ ‘ફેમિલી ફ્લોટરના કોન્સેપ્ટને લઈને થાય છે.
આ નિયમ મુજબ, 2 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ કોઈ એક વ્યક્તિ માટે અલગથી નથી હોતું, પરંતુ આખા પરિવાર માટે સંયુક્ત રીતે ફાળવવામાં આવે છે. આયુષ્યમાન યોજના પાછળ રાજ્યના જે જિલ્લામાંથી એક વર્ષમાં સૌથી વધુ ખર્ચ થયો હોય તેમાં અમદાવાદ મોખરે છે. અમદાવાદ જિલ્લામાંથી 467.41 કરોડ રૂપિયાના 1.61 લાખથી વધુ દાવા થયા હતા. આ સ્થિતિએ અમદાવાદ જિલ્લામાં આરોગ્ય પાછ પાછળ સરેરાશ 1.70 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ બનાસકાંઠા ચોથા અને વડોદરા પાંચમાં સ્થાને છે.

