Gujarat

અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા, ઠેર-ઠેર કેડસમા પાણી ભરાતા હાલાકી

By GS TEAM
19 Jun 20252 mins read
TukuTouch Logo
રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવાર (18મી જૂન)ની રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એસ. જી. હાઈવે, જોધપુર, વેજલપુર, વસ્ત્રાપુર, નહેરુનગર, પાલડી, વાસણા, જુહાપુરા, મકરબા, સરખેજ, નવાપુરા, ચાંગોદર, સાણંદ, બોપલ, શેલા અને શિલજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયાતા વાહનચાલકો અટવાયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ બાદ પાણી ભરાયા, ઠેર-ઠેર કેડસમા પાણી ભરાતા હાલાકી

Rain in Gujarat: રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ શહેરમાં બુધવાર (18મી જૂન)ની રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એસ. જી. હાઈવે, જોધપુર, વેજલપુર, વસ્ત્રાપુર, નહેરુનગર, પાલડી, વાસણા, જુહાપુરા, મકરબા, સરખેજ, નવાપુરા, ચાંગોદર, સાણંદ, બોપલ, શેલા અને શિલજ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે  શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા. 

શારદાબેન હોસ્પિટલ નજીકમાં કેડ સમા પાણી ભરાયા 

અમદાવાદમાં મોડી રાતે વરસાદે ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ફરી વળ્યાં હતા. શારદાબેન હોસ્પિટલથી લઈને વોરાના રોજા સુધીના વિસ્તારમાં તો કેડસમા પાણી ભરાઇ જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે આ પાણી રોડ પર ભરાયેલા હોવાથી વાહનચાલકો પણ ફસાઈ ગયા હતા. બીજી બાજુ અમદાવાદના અનેક ભાગમાં અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી.

વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમદાવાદમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતાં. પરંતુ તંત્રએ અંડરપાસ બંધ નહીં કરતાં વાહનચાલકો ઘૂસ્યા હતાં. જેમાં એક કાર વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ હતી. જ્યારે અનેક સ્કૂલોની બહાર પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા.


ભારેથી અતિભારે વરસાદનું યલો-ઑરેન્જ જાહેર 

હવામાન વિભાગ અનુસાર, ગુરુવારે (19મી જૂન) પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યા રાજ્યન અન્ય વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.



રાજ્યમાં આગામી 20-21 જૂનના રોજ તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે. 22 જૂને રાજ્યના 9 જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 

આ પણ વાંચો: એર ઈન્ડિયાની ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રદ થતા પ્રવાસીઓ પરેશાન

23 જૂનની આગાહી

રાજ્યમાં 23 જૂનથી હવામાન બદલાતું જોવા મળે છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતના જિલ્લામાં મેઘમહેર થવાની શક્યતા છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, મોરબી, પાટણ, મહેસાણા, અરવલ્લી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

24 જૂનની આગાહી

24 જૂને કચ્છ, પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે વરસાદની સંભવના છે.