Get The App

અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ: SG હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ: SG હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા 1 - image


Ahmedabad Rain : રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્યારે આજે સાંજે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે ભારે ઉકળાટ અને બફારાથી ત્રસ્ત શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, અચાનક શરૂ થયેલા વરસાદના કારણે ઓફિસથી ઘરે જઈ રહેલા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

અમદાવાદના આ વિસ્તારોમાં વરસાદ શરૂ

સાંજે 7 વાગ્યા પછી અમદાવાદના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. ત્યારબાદ બોપલ, સરખેજ, વેજલપુર, પ્રહલાદનગર, મકરબા, થલતેજ, સેટેલાઈટ, પાકવાન ચાર રસ્તા, ઘુમા સહિત સમગ્ર એસ.જી. હાઈવે પર ભારે વરસાદ પડ્યો હતો.

વરસાદ શરૂ થતાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા, જેના કારણે એસ.જી. હાઈવે પર ઠેર-ઠેર ટ્રાફિક જામ થયો હતો. વરસાદના કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા અને ગતિ ધીમી થતાં લોકોને મુશ્કેલી પડી હતી.

આ પણ વાંચો: ગુજરાત પર એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં સિઝનનો 62% વરસાદ પૂર્ણ

આ વર્ષે અમદાવાદ શહેરમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં અત્યાર સુધીમાં સરેરાશ 17 ઈંચ સાથે 62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 3 ઓગસ્ટ સુધી સિઝનનો માત્ર 11 ઈંચ (સરેરાશ 43.64 ટકા) વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ શહેરમાં પણ સરેરાશ 21.40 ઈંચ વરસાદ સાથે સિઝનનો 67.50 ટકા વરસાદ નોંધાયો છે. ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં શહેરમાં માત્ર 15 ટકા જ વરસાદ પડ્યો હતો. 

Tags :