Get The App

અમદાવાદના નારણપુરામાં કચરાની ગાડી બેફામ: 7થી વધુ વાહનોને લીધા અડફેટે, ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો આક્ષેપ

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદના નારણપુરામાં કચરાની ગાડી બેફામ: 7થી વધુ વાહનોને લીધા અડફેટે, ડ્રાઇવરે દારૂ પીધો હોવાનો આક્ષેપ 1 - image

Ahmedabad News: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 132 ફૂટ રિંગ રોડ પાસે આવેલા અમી એપાર્ટમેન્ટ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. કચરાની ગાડીના ચાલકે બેફામ રીતે વાહન ચલાવીને રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા.

આ ઘટનામાં કચરાની ગાડીએ 7થી વધુ બાઇક અને એક કારને ટક્કર મારતા વાહનોને મોટું નુકસાન થયું હતું. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ આક્ષેપ કર્યો હતો કે કચરાની ગાડીનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વાહન માલિકોએ ભેગા થઈને પોતાના વાહનોના નુકસાન બદલ વળતરની માંગણી કરી હતી અને ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.

આ પણ વાંચો: રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેરાત

પોલીસે તુરંત જ કચરાની ગાડીના ચાલકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસે ડ્રાઇવરની વધુ પૂછપરછ શરૂ કરી છે. ડ્રાઇવરે ખરેખર દારૂનું સેવન કર્યું છે કે કેમ, તેની ખાતરી કરવા માટે તબીબી તપાસ (મેડિકલ ટેસ્ટ) કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.