બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં
AI Images |
Ahmedabad DEO Post Sparks Lobbying: ગુજરાતના સૌથી મોટા અને સૌથી વધુ ખાનગી સ્કૂલો ધરાવતા અમદાવાદમાં ડીઈઓ રેહવા માટે દરેક કલાસ-1 અધિકારીને રસ હોય છે તે સ્વભાવિક છે. પરંતુ ડીઈઓ માટે એટલી હદે છે ક ઉપર સુધી અને કદાચ મુખ્યમંત્રી સુધી વાત પહોંચતી હોય તેવું પહેલીવાર બની રહ્યું છે. સત્તાની સાંઠમારીમાં બઢતી-બદલીઓમાં પણ મોટા ખેલ થતા હોય છે અને લોબિંગ થતુ હોય છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં દોઢ વર્ષ પહેલા જ પહેલી મહિલા અધિકારી ડીઈઓ તરીકે મુકાયા હતા. પરંતુ અચાનક એવુ તો શું થયુ કે સરકારના સિંગલ ફાઈલ ઓર્ડરથી બદલી માટેનો ઓર્ડર આવી ગયો. એટલુ જ નહીં આ ઓર્ડરના સપ્તાહમાં જ સરકારે આ જગ્યા પર જેઓને ચાર્જ આપ્યો હતો તેઓને પણ હટાવીને ગાંધીનગરના ડીઈઓને ચાર્જ આપી દીધો.
જાણો શું છે મામલો
ગુજરાતના તમામ શહેરો-જિલ્લામાંથી માત્ર અમદાવાદ જિલ્લામાં જ શહેર અને ગ્રામ્ય સહિત બે ડીઈઓ અને એક ડીપીઈઓ સહિત ત્રણ કલાસ-1 અધિકારીની જગ્યાઓ છે. સરકાર દ્વારા હવે અમદાવાદમાં પણ પૂર્વ-પશ્ચિમ એમ બે અલગ ડીઈઓ કચેરી સાથે સુરત શહેર અને ગ્રામ્ય તેમજ રાજકોટ શહેર અને ગ્રામ્ય સહિત નવી કચેરીઓ ઊભી કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ સરકાર પાસે પહેલેથી જ રાજ્યમાં 10થી વધુ જિલ્લામાં 15થી વધુ ડીઈઓ-ડીપીઈઓની જગ્યા ઘણા સમયથી ખાલી છે, ત્યારે ત્યાં જ મુકવા માટે માટે અધિકારીઓ નથી તો આ નવી કચેરીઓમાં કોને અધિકારી તરીકે મુકાશે તે પ્રશ્ન છે. જો કે બદલી-બઢતીઓમાં પણ મોટા પાયે લોબિંગ ચાલતુ હોવાની વર્ષોથી ચાલતી ચર્ચાઓ વચ્ચે તાજેતરમાં સરકારે ગ્રામ્ય ડીઈઓના પ્રથમ મહિલા અધિકારીની બદલી કરીને મહિસાગરમાં ડીપીઈઓ તરીકે મુક્યા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં?
આ ઓર્ડર પણ અચાનક સિંગલ ફાઈલ ઓર્ડરથી થયો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. બીજી બાજુ આ જગ્યા પર જે ડીઈઓને ચાર્જ અપાયો હતો તેઓને થોડા જ દિવસમાં હટાવી એટલે કે એક સપ્તાહમાં જ સરકારે ગાંધીનગર જિલ્લાના ડીઈઓને ચાર્જ આપી દીધો છે. જ્યારે ગ્રામ્ય ડીપીઈઓનો ચાર્જ કે જે ગ્રામ્યના ડીઈઓ પાસે હતો તે ગુજરાત બોર્ડના અધિકારીને આપ્યો છે.
સરાકર દ્વારા ડીઈઓની બદલી-ચાર્જમાં પણ આડેધડ ઓર્ડર થતા દૂર-દૂરના જિલ્લામાંથી અધિકારીને ચાર્જ અપાય છે. જ્યારે નજીક હોય તેઓને અપાતા નથી.હાલ એવું પણ ચર્ચાઈ રહ્યુ છે કે બોર્ડના કેટલાક મેમ્બરોથી માંડી રાજકીય નેતાઓ સુધીના દબાણ પણ ડીઈઓ-ડીપીઈઓના ચાર્જ માટે થયા હતા અને છેક સીએમ ઓફિસ સુધી પણ લોબિંગ ચાલ્યું હતું અને રજૂઆતો થઈ હતી. પરંતુ સત્તાની આ સાંઠમારી વચ્ચે બદલીઓના આ ખેલમાં સરકારે પણ આ રીતે ઓર્ડરો બદલવા પડે તો ખરેખર શિક્ષણમાં ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત કહી શકાય.