Get The App

31st પહેલા ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 11 કેસોમાં કુલ 14 ડ્રગ્સ પેડલર્સને દબોચ્યા, 57 લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
31st પહેલા ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી, 11 કેસોમાં કુલ 14 ડ્રગ્સ પેડલર્સને દબોચ્યા, 57 લાખનો મુદ્દામાલ જપ્ત 1 - image


Ahmedabad News: અમદાવાદમાં નવા વર્ષ અને ક્રિસમસની ઉજવણી દરમિયાન નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચે શહેરભરમાં કાર્યવાહી શરૂ કરી છે. 31મી ડિસેમ્બરની પાર્ટીઓ પહેલા ડ્રગ્સની હેરાફેરી અને વેચાણ પર રોક લગાવવાના હેતુથી પોલીસની અનેક ટીમોને અલગ-અલગ વિસ્તારોમાં સક્રિય કરવામાં આવી છે.

11 કેસોમાં કુલ 14 ડ્રગ્સ પેડલર્સને દબોચ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની 9 ટીમોએ છેલ્લા એક અઠવાડિયામાં શહેરના વિવિધ ભાગોમાં કાર્યવાહી કરીને ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાસ કર્યો છે. NDPS એક્ટ હેઠળ નોંધાયેલા 11 કેસોમાં કુલ 14 પેડલર્સ ઝડપાયા છે, જેમાંથી ચાર આરોપીઓ અગાઉ પણ નશીલા પદાર્થોના ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીમાં એમડી ડ્રગ્સ, ગાંજો, ચરસ અને પ્રતિબંધિત કફ સિરપ સહિત આશરે 57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, સરખેજમાંથી મળેલો ગાંજાનો જથ્થો ઓરિસ્સાના રૂટથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યો હતો. જ્યારે દરિયાપુર, લાલ દરવાજા, નરોડા, સૈજપુર, એરપોર્ટ રોડ, જુહાપુરા, નવા વાડજ, વટવા અને ખાનપુર જેવા વિસ્તારોમાં પણ પેડલર્સ સક્રિય હતા. 

આ પણ વાંચો: અમદાવાદના કૃષ્ણનગર હાઉસિંગનું રિડેવલપિંગ કરતા બિલ્ડર સન બિલ્ડકોનના માલિક સમીપ શાહ અને તેમના મળતિયા સામે FIR, ગેરકાયદે કબજો કર્યાનો આરોપ

પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસે ગ્રાહકોની તૈયાર યાદી હતી અને શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો ડ્રગ્સ ખરીદવા આવતા હતા. હવે ક્રાઈમ બ્રાન્ચ પેડલર્સ ઉપરાંત ડ્રગ્સના મૂળ ઉત્પાદન અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા ડેટા એનાલિસિસ કરી રહી છે અને 31મી ડિસેમ્બર સુધી કાર્યવાહી વધુ કડક પગલા લેવાશે.