Baroda

ન્યાયમંદિર પાસે ગટર મિશ્રિત પાણીની સમસ્યા

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
મેયરના વોર્ડ નં. 13માં આવેલા ન્યાયમંદિર પાસેના દૂધવાળા મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો પરેશાન છે. અવારનવાર ડ્રેનેજનું પાણી ભળતા દુર્ગંધયુક્ત અને પીળું પાણી આવતું હોવાની ફરિયાદ છે. રજૂઆત છતાં કાયમી ઉકેલ ન મળતા રહીશોએ મ્યુનિ. કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી, મેયરને વહેલીતકે ચોખ્ખું પાણી પૂરું પાડવા અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ન્યાયમંદિર પાસે ગટર મિશ્રિત પાણીની સમસ્યા

ન્યાયમંદિર દૂધવાલા મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોએ માગ કરી છે

ખુદ મેયરના વોર્ડ નંબર ૧૩માં આવેલા અનેક વિસ્તારોમાં અવાર-નવાર દૂષિત પાણીની ફરિયાદો સામે આવે છે. આજે ન્યાયમંદિર પાસેના દૂધવાળા મહોલ્લામાં દૂષિત પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ મ્યુનિ.કોર્પોરેશન સામે નારાજગી દર્શાવી વહેલીતકે ચોખ્ખું પાણી પૂરું પાડવાની તંત્ર સમક્ષ  માગ કરી છે.

સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ વિસ્તારમાં અવાર-નવાર પાણીની લાઈનોમાં ડ્રેનેજના પાણી ભળી જતા દુર્ગંધયુક્ત અને પીળાશ પડતું પાણી આવે છે. આ પાણી ઉપયોગમાં લઈ શકાતું નથી. મ્યુનિ.કોર્પોરેશનને રજૂઆત કરીએ ત્યારે સળિયા વડે ગટર સાફ કરતા ૧૫ દિવસ ચોખ્ખું પાણી મળે છે અને ત્યારબાદ ફરી દૂષિત પાણીની સમસ્યા ઉદ્ભવે છે. ઘણી વખત પાણીમાં જીવાત આવતી હોવાનો આક્ષેપ રહીશોએ કર્યા છે. મેયર વહેલીતકે સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માગ રહીશોએ કરી છે.