Get The App

છાલા પાસે કારમાં દારૃની હેરાફેરી કરતા અમદાવાદનું યુગલ પકડાયું

Updated: Jun 3rd, 2025

GS TEAM

Google News
Google News
છાલા પાસે કારમાં દારૃની હેરાફેરી કરતા અમદાવાદનું યુગલ પકડાયું 1 - image


ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર

એલસીબીએ ૩.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને દારૃ મોકલનાર અને મંગાવનાર સામે પણ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર દારૃની હેરાફેરી વધી રહી છે ત્યારે એલસીબીની ટીમ દ્વારા રાજસ્થાનથી કારમાં દારૃ લઈને આવતા અમદાવાદના યુગલને ઝડપી લેવામાં આવ્યું છે. કારમાંથી વિદેશી દારૃની નાની મોટી ૩૭૦ બોટલ જપ્ત કરીને દારૃ મોકલનાર તેમજ મંગાવનાર સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. આ સ્થિતિમાં બુટલેગરોને પોલીસ પકડી રહી છે ત્યારે હવે નવા નવા નુસખા અપનાવીને દારૃ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે, ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર રાજસ્થાન તરફથી આવી રહેલી એક ખાનગી કારમાં વિદેશી દારૃ લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના પગલે એલસીબીની ટીમ છાલા મહાદેવપુરા બસ સ્ટેન્ડ પાસે વોચમાં હતી અને બાતમી વાળી કરાવતા તેને ઉભી રાખી દેવામાં આવી હતી. જેમાં સવાર ચાલક શખ્સની પૂછપરછ કરવામાં આવતા તે અમદાવાદ બહેરામપુરા ખાતે રહેતો જાવેદખાન જમીનખાન પઠાણ હોવાનું બહાર આવ્યું હતું જ્યારે તેની સાથે દાણીલીમડા ખાતે રહેતી ફરાનાબાનું સાજીદ ભાઈ શેખ પણ હતી. જેથી પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૃની નાની મોટી બોટલ તેમજ બિયરના ટીન મળીને ૩૭૦ નંગ કબજે કરવામાં આવ્યા હતા. આ દારૃ સંદર્ભે પૂછપરછ કરવામાં આવતા રાજસ્થાનના કાગદર ખાતેથી દેવેન્દ્રસિંહ પનવર દ્વારા આ દારૃ ભરી આપવામાં આવ્યો હતો અને જુહાપુરા ખાતે રહેતી અનીકાબાનું સલમાનખાન પઠાણને આ દારૃનો જથ્થો પહોંચાડવાનો હવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા ૩.૬૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આ ચારેય વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.

Tags :