Get The App

અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ બાળ તસ્કરી કેસ: બાળકોને IVF સેન્ટરને વેચવાના રેકેટની પોલીસને આશંકા, 2 નર્સ સહિત 4ની ધરપકડ 1 - image


Ahmedabad Child Trafficking Case: રાજ્યભરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. વધતી ગુનાખોરીને લઈને બાળકોની સુરક્ષાને લઈને માતા-પિતાની ચિંતા પણ વધી રહી છે. એવામાં અમદાવાદમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં અમદાવાદના ધોળકામાં એક મજૂર પરિવારની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરી હતી. જોકે, તપાસ કરતા સમગ્ર મામલે બાળતસ્કરીનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ પણ વાંચોઃ અમરેલી-જાફરાબાદ રેન્જમાં સિંહોના મોતનો વિવાદ, ધારાસભ્યએ વન વિભાગને જવાબદાર ઠેરવી ગંભીર સવાલો ઉઠાવ્યા

શું હતી ઘટના? 

અમદાવાદના ધોળકામાં એક મજૂર પરિવાર મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અચાનક એક દિવસ તેમની બાજુમાં સૂતેલી બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. પરિવારે પહેલાં આજુબાજુમાં તપાસ કરી પરંતુ, બાળકીની કોઈ ભાળ ન મળી, બાદમાં  માતા-પિતાને શંકા ગઈ કે, તેમની બાળકીને કોઈ ઉપાડીને લઈ ગયું હશે. ત્યારબાદ તેમણે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે માતા-પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો અને આસપાસના સીસીટીવીની ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જોકે, સીસીટીવીના દ્રશ્યો અને આસપાસના લોકોની પૂછપરછ દરમિયાન પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસ અપહરણનો જણાયો. પરંતુ, બાદમાં આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરતા એક મોટું બાળ તસ્કરીનું કૌભાંડ ઝડપાયું હતું. 

પોલીસ તપાસમાં થયો ખુલાસો

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ધોળકાથી આ બાળકીનું અપહરણ કરીને તેને ઔરંગાબાદ લઈ જવામાં આવી હતી. જેમાં ચાર આરોપીની સંડોવણી હતી. આ બાળ તસ્કરી કરનાર ગેંગમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. જેમાંથી એક ધોળકાના IVF સેન્ટરમાં કામ નર્સ તરીકે કામ કરે છે. આ સિવાય જ્યાં બાળકીને વેચવામાં આવી તે પણ IVF સેન્ટરમાં કામ કરતી નર્સ હોવાનું સામ આવ્યું છે. પોલીસને એવી પણ આશંકા છે કે, આ બાળકીને પણ કોઈ IVF સેન્ટરમાં વેચી દેવામાં આવી હોય શકે. આ ગેંગ આ પ્રકારે વિવિધ જગ્યાએથી બાળકોનું અપહરણ કરતા અને બાદમાં મહારાષ્ટ્રના એજન્ટને વેચી દેતા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 4 નવી ડબલ ડેકર AMTS બસો દોડશે: SP રિંગ રોડ, વૈષ્ણોદેવી, વસ્ત્રાલના લોકોને મળશે સુવિધા

ચાર આરોપીની કરી અટકાયત, બાળકી હજુ લાપતા

હાલ, આ મામલે પોલીસે ચારેય આરોપીને ઝડપી લીધા છે અને બાળકીનું અપહરણકર્તાઓને અમદાવાદ લાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. જોકે, હજુ સુધી બાળકી મળી નથી. પોલીસને આશંકા છે કે, આ અપહરણકર્તાઓએ આ બાળકીને પણ કોઈ દલાલને વેચી દીધી હશે. જોકે, પોલીસ તપાસમાં આ મામલે હજું નવા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. 

Tags :