Gujarat

અમદાવાદ: બાવળામાં ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના દરોડા, રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત

By GS TEAM
17 Jun 20261 min read
TukuTouch Logo
અમદાવાદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ખાણ ખનિજ કચેરી અમદાવાદની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા બાવળા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ આકસ્મિક દરોડા પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: બાવળામાં ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના દરોડા, રૂ.1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad Bavla Illegal Mining Raid: અમદાવાદ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ખાણ ખનિજ કચેરી અમદાવાદની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા બાવળા તાલુકામાં બે અલગ-અલગ સ્થળોએ આકસ્મિક દરોડા પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

બાવળામાં ભૂમાફિયાઓ પર ખાણ ખનિજ વિભાગના દરોડા

બાવળાના સાકોદરા ગામે સાદી માટીનું ગેરકાયદે ખનન અને વહન કરતા એક એક્સકેવેટર મશીન અને 2 ડમ્પર ઝડપાયા છે. જેમાં અંદાજે રૂ. 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે સાંકોડ ગામે પણ ખનન સ્થળેથી એક એક્સકેવેટર મશીન અને 2 ટ્રેક્ટર જપ્ત કરી અંદાજે રૂ. 40 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા કુલ રૂ. 1.40 કરોડની કિંમતના વાહનો અને મશીનરી લોક કરી તમામ આરોપીઓ સામે નિયમોનુસાર કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, ખાણ ખનિજ વિભાગના દરોડામાં આરોપી ન ઝડપાતાં, ફક્ત મુદ્દામાલ કબજે કરાયો છે ત્યારે તંત્રની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે.