mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી જારી કરી, મુસાફરોને ફ્લાઇટના સમયથી બે કલાક પહેલાં પહોંચવું પડશે

દિવાળીની રજાઓ, વર્લ્ડકપ ફાઇનલને પગલે મુસાફરોનો ભારે ધસારો જોવા મળી શકે

Updated: Nov 11th, 2023

અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી જારી કરી, મુસાફરોને ફ્લાઇટના સમયથી બે કલાક પહેલાં પહોંચવું પડશે 1 - image


Ahmedabad Airport issued an advisory : દિવાળીની રજાઓમાં ફ્લાઇટ દ્વારા બહાર જવાનું આયોજન કરી રહ્યા હોવ તો ફ્લાઇટના સમય કરતાં બે કલાક કરતાં વહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચવું હિતાવહ રહેશે. મુસાફરોને લાઇટના સમય કરતાં વહેલા પહોંચવાની એડવાઇઝરી અમદાવાદ એરપોર્ટ દ્વારા જારી કરાઇ છે.

અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી જારી કરી, મુસાફરોને ફ્લાઇટના સમયથી બે કલાક પહેલાં પહોંચવું પડશે 2 - image

આ કારણે એડવાઇઝરી જારી કરવામાં આવી

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે સામાન્ય દિવસોમાં સરેરાશ 30 હજાર જેટલા મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. દિવાળીની રજાઓ અને 19 નવેમ્બરના અમદાવાદ ખાતે વર્લ્ડકપ ફાઇનલને પગલે દૈનિક મુસાફરોનો આંક 35 હજારથી પણ વધી જાય તેવી સંભાવના છે. લાંબી લાઇનને કારણે મુસાફરોને ચેક ઈનમાં સમસ્યા નડે નહીં માટે સમય કરતાં વહેલા પહોંચવા માટે આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરાઇ અમદાવાદ એરપોર્ટ આ એડવાઇઝરીમાં કહ્યું છે કે, ‘તહેવારો અને વર્લ્ડ કપ ફાઇનલને પગલે એરપોર્ટમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળી શકે છે. જેના પગલે મુસાફરો સિક્યુરિટી સહિતની ઔપચારિક્તા સરળતાથી પૂર્ણ કરી શકે માટે ફ્લાઇટના સમયથી વહેલા આવવા અનુરોધ છે.

અમદાવાદ એરપોર્ટે એડવાઇઝરી જારી કરી, મુસાફરોને ફ્લાઇટના સમયથી બે કલાક પહેલાં પહોંચવું પડશે 3 - image

Gujarat