Get The App

957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
Gujarat Air Pollution
(AI IMAGE)

Gujarat Air Pollution: દેશમાં વાયુ પ્રદુષણ હજારો લોકોનો ભોગ લઈ રહ્યુ છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં દિવસે દિવસે વાયુ પ્રદુષણ એટલી હદે વકરી રહ્યું છેકે, અસ્થમા સહિત અન્ય રોગોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ તરફ, રૂ.900 કરોડથી વધુનો ખર્ચ કરાયાં પછી પણ ગુજરાતમાં હવા શુધ્ધ થઈ શકી નથી. નિષ્ણાતોએ ભીતિ વ્યક્ત કરી છેકે, જો આ જ સ્થિતી રહી તો. ગુજરાતમાં પણ દિલ્હીવાળી શઇ શકે છે.

અમદાવાદની હવા ઝેરી: PM 2.5 જોખમી સ્તરે

અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં હવા વધુને વધુ ઝેરી બની રહી છે. પીએમ 2.5 એટલે હવામાં ઉડતા અત્યંત બારીક રજકણો જે શ્વાસ લેતા જ ફેફસામાં પહોંચી જાય છે. આ ઝેરી રજકણો ટીબી, શ્વસન સહિત હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. છેલ્લાં કેટલાંય દિવસોથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ના આંકડાને વટાવી રહ્યો છે, પરિણામે હવાની ગુણવત્તા એકદમ નિમ્ન સ્તરે પહોંચી જાય છે. તબીબોની સલાહ છેકે, આવી સ્થિતીમાં લોકોએ ઘરની બહાર ન નીકળવુ એ જ હિતાવહ છે.

શિયાળામાં અમદાવાદની હવાની ગુણવત્તા નિમ્ન સ્તરે

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ હવાની ગુણવત્તા પર પણ નજર રાખે છે. થોડાક વખત અગાઉ અમદાવાદ શહેરમાં હવાની ગુણવતા જાણી શકાય તે માટે સ્ક્રીન બોર્ડ લગાવાયાં હતાં પણ હવે તે પણ દેખાતા નથી. શિયાળાની ધીમા પગલે એન્ટ્રી થઈ છે ત્યારે વહેલી સવારે તો એટલુ ધુમ્મસ હોય કે, વાહન ચલાવવુ જ નહીં, મોર્નિંગ વોક કરવુ મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત મોડી સાંજે પણ હવાની ગુણવત્તા બગડી જાય છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં પાણીની કરકસર નહીં કરીએ તો જળસંકટની ભીતિ, ભૂગર્ભજળનો બેફામ ઉપયોગ

રૂ. 957 કરોડના ધુમાડા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઈ

ઉદ્યોગો-કારખાના, વાહનોના ઘુમાડાને લીધે હવાની ગુણવત્તા પર અસર થાય છે. કેન્દ્ર સરકારે વાયુ પ્રદુષણ અટકાવવા માટે વર્ષ 2019-20થી માંડીને વર્ષ 2025-26 સુધીમાં કુલ મળીને રૂ.1282 કરોડ ફાળવ્યા હતાં. ગુજરાત સરકારે વાયુ પ્રદુષણને નાથવા માટે અત્યાર સુધી રૂ.957 કરોડનો ધુમાડો પણ કર્યો છતાંય હવાને શુધ્ધ કરવામાં સફળતા સાંપડી નથી. મહત્ત્વની વાત તો એકે, ગુજરાતમાં ય દિલ્હી જેવી સ્થિતી નિર્માણ થઈ છે તેમ છતાંય વાયુ પ્રદુષણ માટે સરકારે ઝાઝુ ધ્યાન આપ્યુ નહીં. સાથે સાથે રૂ. 325 કરોડ વપરાયાં વિના જ પડી રહ્યા છે.

જોકે, સરકારે દાવો કર્યો છેકે, નેશનલ ક્લિન એર પ્રોગ્રામ હેઠળ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોની હવાની ગુણવત્તા સુધરી છે.

957 કરોડનો ધૂમાડો કરવા છતાં ગુજરાતમાં હવા શુદ્ધ ન થઇ! અમદાવાદમાં તો દિલ્હી જેવી દશા 2 - image

Tags :