Gujarat

અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ! જુહાપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

By GS TEAM
23 Apr 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મુકેલી એક સ્ટોરી લોહીયાળ સાબિત થઈ છે. જૂની અદાવત અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટના વિવાદમાં 19 વર્ષીય મોહમ્મદ સાલીક નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલે વેજલપુર પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય સાગરિતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મુદ્દે લોહિયાળ ખેલ! જુહાપુરામાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

Ahmedabad Crime News: અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર મુકેલી એક સ્ટોરી લોહીયાળ સાબિત થઈ છે. જૂની અદાવત અને ઈન્સ્ટાગ્રામ પોસ્ટના વિવાદમાં 19 વર્ષીય મોહમ્મદ સાલીક નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલે વેજલપુર પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય સાગરિતોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના?

જુહાપુરાના જુવેરિયા ફ્લેટમાં રહેતા 19 વર્ષીય મોહમ્મદ સાલીક શેખને ગત રમઝાનમાં અજીમ પાર્ક નજીક રહેતા રેહાન પઠાણ સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ વિવાદ બાદ મોહમ્મદ સાલીકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી અપલોડ કરી હતી. આ સોશિયલ મીડિયા પોસ્ટને લઈને આરોપીઓ ઉશ્કેરાયા હતા અને મનમાં અદાવત રાખી હતી.

બુધવારે (22મી એપ્રિલ) સાંજે આરોપીઓ રેયાન ઉર્ફે 500, ફૈસલ ઉર્ફે પચી અને ફૈઝાન ઉર્ફે ફૈઝુએ મોહમ્મદ સાલીકનો રસ્તો રોકી ઝઘડો શરૂ કર્યો હતો. આરોપીઓએ માત્ર હથિયારો જ નહીં પરંતુ પથ્થરમારો કરીને વિસ્તારમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. હત્યાની આ ઘટનામાં આરોપીઓની ક્રૂરતા સામે આવી છે. મારામારી દરમિયાન જ્યારે સાલીક બચવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે આરોપી ફૈસલ ઉર્ફે પચીએ તેને મજબૂતીથી પકડી રાખ્યો હતો. આ તકનો લાભ લઈને મુખ્ય આરોપી રેયાન ઉર્ફે 500એ સાલીકના જમણા પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. જોકે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદ: ભાજપ ઉમેદવારને અધૂરા કામ બતાવ્યા તો 'જય શ્રી રામ' બોલી ચાલતી પકડી, સ્થાનિકોએ લગાવ્યા 'ભાગ્યા..ભાગ્યા..'ના નારા

પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી 

જાહેરમાં થયેલી આ હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી રેહાન અબ્બાસઅલી પઠાણ અને તેના અન્ય સાથીદારોની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.