For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સરકારી યુનિ.ઓ બાદ ખાનગી યુનિ.ઓ પણ કોરોના વાયરસના જંગમાં આર્થિક સહાય માટે સામે આવી

- નિરમા યુનિવર્સિટીના સ્ટાફ તરફથી 20 લાખ તો પારૂલ યુનિવર્સિટીના સ્ટાફ તરફથી 28 લાખની સહાય

Updated: Mar 29th, 2020

અમદાવાદ, તા. 29 માર્ચ 2020 રવિવાર

ગુજરાત રાજ્યમાં પણ ધીરે ધીરે કોરોના વાયરસનો કેર ફેલાતા અત્યારે સમગ્ર રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે ગરીબો અને પરપ્રાંતીય મજૂરોને આર્થિક સહાય કરવા માટે રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં આર્થિક સહાય આપવામાં આવી રહી છે. 

રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ દ્વારા તેમના પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી રિલિફ ફંડ માં આપવામાં આવી રહ્યો છે ત્યારે હવે સરકારે યુનિવર્સિટીઓ બાદ રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓના સ્ટાફ દ્વારા પણ આર્થિક સહાય આપવામાં આવી રહી છે.

નિરમા યુનિવર્સિટી દ્વારા તેમના 600થી વધુ કર્મચારીઓના એક દિવસના પગાર લેખે રૂપિયા 20 લાખની આર્થિક સહાય મુખ્યમંત્રી રાત્રીથી ફંડને આપવામાં આવી છે જ્યારે પારુલ યુનિવર્સિટી દ્વારા પણ 28 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવી છે. 

આ ઉપરાંત કડી સર્વ વિદ્યાલય યુનિવર્સિટી દ્વારા ગરીબો મજૂરો તેમજ પરપ્રાંતીય મજૂરોને રોજે રોજનું ત્રણ ટાઈમનું જમવાનું આપવા માટે 5000થી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે તેમજ મહેસાણા જિલ્લા અને ગાંધીનગર જિલ્લાના ગરીબ લોકોને રોજેરોજ ફૂડપેકેટ આપવા માટે કડી સર્વ વિદ્યાલય યુનિવર્સિટી દ્વારા સરકારને મદદ કરવામાં આવી રહી છે. 

કડી સર્વ વિદ્યાલય યુનિવર્સિટીના ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ દિવસમાં 50 લાખથી વધુનો ખર્ચ ફુડ પેકેટ તેમજ કાચું અનાજ પેકીંગ કરીને આપવા માટે કરવામાં આવ્યો છે.

Gujarat