અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં દિવાળીના તહેવારની આસપાસ જ વાતાવરણમાં મોટો પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં 'માવઠાનો માર' પડી શકે છે અને છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ કારણે રાજ્યના કેટલાક ભાગોમાં લોકોને એકસાથે ગરમી અને વરસાદ એમ 'બેવડી ઋતુ'નો અનુભવ કરવો પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપ ક્યારેક અચાનક વરસાદ લાવી શકે છે. આ સાથે 18થી 20 ઑક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે.
ક્યારે અને ક્યાં વરસાદની આગાહી?
આગામી 16થી 19 ઑક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયા વરસાદ આગાહી કરવામાં છે. 16 ઑક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવેથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે, જ્યારે 17 ઑક્ટોબરના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદ ખાબકી છે. તો બીજી તરફ 23 ઑક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યું અનુસાર 26મી ઑક્ટોબરથી બંગાળના અરબ સાગરમાં ચક્રવાત બનવાવાની શક્યતા છે. જો આ ચક્રવાત બને તો ગુજરાતનું હવામાન ફરી એકવાર પલટાઈ શકે છે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ અને પૂર્વ ભારતમાં પણ વરસાદનું જોખમ રહેલું છે.

