For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IIMAમાં 390 વિદ્યાર્થીનો પ્રવેશ સાયન્સ ભણેલા માત્ર 1 ટકા

- કોરોના વચ્ચે 2020-22ની નવી બેચનો પ્રારંભ

- 20 વર્ષ સુધીના વિદ્યાર્થી વધીને 3 ટકા અને આર્ટસ બેકગ્રાઉન્ડ ધરાવતા વધ્યા, કોમર્સના ઘટીને 18 ટકા

Updated: Aug 2nd, 2020

Article Content Image

અમદાવાદ, તા. 2 ઓગસ્ટ, 2020, રવિવાર

આઈઆઈએમ-અમદાવાદમાં 2020-22ની એમબીએ કોર્સની નવી બેચનો પ્રારંભ થયો છે અને આ વર્ષે 390 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.યુવાનોની સંખ્યા વધતા આ વર્ષે 20 વર્ષ સુધીના 3 ટકા વિદ્યાર્થી છે જ્યારે સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા માત્ર એક જ ટકા વિદ્યાર્થીઓ છે.

આઈઆઈએમ અમદાવાદ દ્વારા 2020-21ની બેચ માટે પ્રવેશ પ્રક્રિયા ફેબુ્ર-માર્ચમાં પૂર્ણ કરાયા બાદ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનુ આજે વિધિવત રીતે ઓનલાઈન પ્રોગ્રામ સાથે સ્વાગત કરવામા આવ્યુ હતુ.આજે એમબીએ અને એમબીએ-એફએબીએમ કોર્સની નવી બેચનું ઓનલાઈન ઈનોગ્રેશન કરવામા આવ્યુ હતું.

ઈન્સ્ટિટયુટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ વર્ષે 20 વર્ષની ઉંમર સુધીના 3 ટકા વિદ્યાર્થીઓ છે જે ગત વર્ષે માત્ર 0.77 ટકા હતા જ્યારે 21થી25 વર્ષ સુધીની ઉંમરના 90 ટકા છે,જે ગત વર્ષે 87 ટકા હતા. આ ઉપરાંત એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓમા આ વર્ષે આર્ટસના વિદ્યાર્થીઓ ઘણા વધ્યા છે.

આ વર્ષે આર્ટસ  બેકગ્રાઉન્ડ ધરાવતા 5 ટકા છે જે ગત વર્ષે 3 ટકા હતા જ્યારે કોમર્સ બેકગ્રાઉન્ડ ધરાવતા 18 ટકા છે જે ગત વર્ષે 21 ટકા હતા અને સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા 1 ટકા છે જે ગત વર્ષે 2 ટકા હતા તેમજ 2018-19માં 7 ટકા હતા.

એમબીએ-એફએબીએમ પ્રોગ્રામમાં ઈજનેરી બેકગ્રાઉન્ડ ધરાવતા આ વર્ષે 48 ટકા છે જે ગત વર્ષે 63 ટકા હતા અને સાયન્સ બેકગ્રાઉન્ડ ધરાવતા 45 ટકા છે જે ગત વર્ષે 37 ટકા હતા.ઈન્સ્ટિટયુટ દ્વારા બે વર્ષના એમબીએ પ્રોગ્રામમાં ઈજનેરી બેકગ્રાઉન્ડ ધરાવતા વિદ્યાર્થીઓનો આંકડો જાહેર કરાયો નથી.

Gujarat