Ahmedabad

સોલામાં કન્ટ્ર્ક્શન સાઇટ પર વીજકરંટ લાગતા ત્રણ કામદારોના મોત નીપજ્યા

By GS Team
29 Jun 20261 min read
TukuTouch Logo
શહેરના સોલા બ્રિજ પાસેની આત્મન ગ્રાન્ડયુઅર કન્સ્ટ્રક્શન સાઇટ પર શુક્રવારે સાંજે વીજકરંટ લાગતા રાજસ્થાનના 3 કામદારોના કરુણ મોત નીપજ્યા હતા. શિવાલાલ બામણિયા, વિકેશ પારગી અને રાહુલ બામણીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા, પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યા. સાઇટ સુપરવાઇઝરની બેદરકારીના આક્ષેપોને પગલે સોલા પોલીસે ફોરેન્સિક તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોલામાં કન્ટ્ર્ક્શન સાઇટ પર વીજકરંટ લાગતા ત્રણ  કામદારોના મોત નીપજ્યા

શહેરના સોલા બ્રીજ પાસે બની રહેલી એક કન્ટ્રક્શન સાઇટ પર વીજકરંટ લાગતા કામ કરી રહેલા ત્રણ કામદારોના ઘટના સ્થળે જ કમાકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટનામાં સાઇટ સુપરવાઇઝરની બેદરકારી હોવાનો આક્ષેપ કરતા સોલા પોલીસે ફોરેન્સિક એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી છે.

સાઇટ સુપરવાઇઝરની બેદરકારી હોવાનો અન્ય કામદારોએ આક્ષેપ કર્યોઃ ફોરેન્સિક તપાસ કરવામાં આવી

સોલામાં આવેલી મારૂતી હોસ્પિટલ પાસે આત્મન ગ્રાન્ડયુઅર સાઇટ પર શુક્રવારે સાંજના સમયે કામદારો કામ કરી કરતા હતા. ત્યારે સાઇટમાં એક જગ્યા પર ત્રણ કામદારોને વીજકરંટ લાગતા બેભાન થઇ ગયા હતા. ત્યાં હાજર લોકોએ વીજકરંટ બંધ કરીને ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય મૃતકના નામ શીવાલાલ બામણિયા, વિકેશ પારગી અને રાહુલ બામણીયા (તમામ રહે. રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિક કામદારોએ આરોપ લગાવ્યો હતો કે સાઇટ સુપરવાઇઝરની બેદરકારીને કારણે આ ઘટના બની હતી. ત્યારે પોલીસે નિવેદન નોંધવાની સાથે સ્થળ ફોરેન્સિક એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી છે. સોલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે તપાસમાં બેદરકારી સામે આવશે તો આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.