હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CNG Price Hike: ગુજરાતના વાહનચાલકો માટે ફરી એકવાર મોંઘવારીના માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ(CNG)ના ભાવમાં પ્રતિ કિલો 2.24 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજ(16મી મે)થી જ અમલમાં આવી ગયો છે, જેના કારણે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગના ખિસ્સા પર સીધો આર્થિક બોજ વધશે.
નવા ભાવથી બજેટ ખોરવાયું
નવા વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ પ્રતિ કિલો 86.1 રૂપિયા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી અદાણી સીએનજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા ચોથી એપ્રિલે પણ પ્રતિ કિલો 1.5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા દોઢ મહિનામાં જ કુલ મળીને અંદાજે 3.74 રૂપિયા જેટલો વધારો નોંધાઈ ચૂક્યો છે. જે વાહનચાલકો પેટ્રોલ-ડીઝલના મોંઘા ખર્ચથી બચવા માટે CNG તરફ વળ્યા હતા, તેઓ હવે સીએનજીના વધતા ભાવોથી ચિંતામાં મૂકાયા છે.
આ વર્ગો પર પડશે સીધી અસર
રોજિંદી કમાણી કરતાં રિક્ષા અને ટેક્સી ચાલકોની આવક પર કાપ મૂકાશે. ઇંધણ મોંઘું થતાં આગામી સમયમાં સ્કૂલ વાનના ભાડામાં પણ વધારો થઈ શકે છે. રોજિંદા ધંધા કે નોકરી માટે અપ-ડાઉન કરતાં મધ્યમ વર્ગના લોકોનું માસિક બજેટ સંપૂર્ણ ખોરવાઈ જશે.








