વિસનગર પહોંચેલા અભિનેતા દીપક તિજોરીએ પોતાના પૂર્વજોની યાદો તાજી કરી, જાણો ટાવર જોઈ કેમ ભાવુક થયા
Actor Deepak Tijori Visits Visnagar: બોલિવૂડના જાણીતા અભિનેતા દીપક તિજોરી તેમની આગામી ગુજરાતી ફિલ્મ 'ગેટ સેટ ગો'ના શૂટિંગ માટે ગુજરાત આવ્યા છે. આ દરમિયાન તેઓ પોતાના પૂર્વજોના શહેર વિસનગર પહોંચ્યા હતા. દીપક તિજોરીના દાદા અને પરદાદા વિસનગરથી મુંબઈ સ્થળાંતર થયા હતા, તેથી આ શહેરની મુલાકાત લેવાનું તેમનું એક લાંબા સમયથી સપનું હતું.
વિસનગરમાં ફરતી વખતે, દીપક તિજોરીએ એક રીલ બનાવી અને સોશિયલ મીડિયા પર શેર કરી. આ રીલમાં તેમણે કહ્યું કે, 'નમસ્કાર, આજ કા રીલ બડા ખાસ હૈ. બહોત-બહોત શુક્રિયા ઉપરવાલે કા કે મુજે યે મોકા દિયા. બહોત સુકૂન મિલા.'
કલોક ટાવર સાથે જોડાયેલી યાદો
દીપક તિજોરીએ વિસનગરમાં આવેલા ઐતિહાસિક કલોક ટાવરની પણ મુલાકાત લીધી. આ કલોક ટાવરનું નિર્માણ તેમના પરદાદાએ કરાવ્યું હતું. 1919માં બનેલી આ ટાવરની ઘડિયાળ પાસે આજે પણ તેમની દાદી મોતીબાઈનું નામ લખેલું છે, જેને જોઈને તેઓ અત્યંત ભાવુક થયા હતા. આ મુલાકાતથી દીપક તિજોરીને પોતાના મૂળ સાથે ફરી જોડાવાનો અનેરી આનંદ થયો હતો.