મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર-ભથ્થું
Morbi Bridge Collapse Case : મોરબીમાં ઝૂલતા પુલકાંડમાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. સમગ્ર ઘટના મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનાને લઈને હાઇકોર્ટના કડક વલણ બાદ સરકારે કાર્યવાહી કરી છે. જેમાં મોરબીના તત્કાલીન ચીફ ઑફિસર સંદિપ ઝાલા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મોરબીના તત્કાલીન ચીફ ઑફિસર સંદિપ ઝાલા સામે ગુજરાત સિવિલ સર્વિસ રુલ 1971 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેમને હાલમાં મળવાપાત્ર પગારધોરણમાં ત્રણ વર્ષ માટે રોક લગાવી દેવામાં આવી છે. સંદિપ ઝાલાના વાર્ષિક ઈજાફા પર રોક લગાવવા માટે GPSCને જાણ કરાઈ છે.
આ પણ વાંચો: પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે, વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત
ઝૂલતા પુલકાંડમાં 135 લોકોના મોત થયા હતા
મોરબીના મચ્છુ નદી પર આવેલા ઝૂલતા પુલને રિપેર કરવાનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપના જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો. પુલની મજબુતાઈ ચકાસ્યા વગર ઓરેવા ગ્રૂપ દ્વારા આ બ્રિજને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકી દેવામાં આવતા પુલ ધસી પડ્યો હતો અને આ ઘટનામાં 135 લોકોના મોત થયા હતા.