રાજકોટમાં સગીરાને બેભાન કરી દુષ્કર્મ આચર્યાનો આરોપ, પોલીસે ફરાર યુવકની શોધખોળ શરૂ કરી
Rajkot News: રાજકોટમાં સગીરાને જ્યુસમાં કેફી પીણું પીવડાવી બેભાન કરીને તેના પર દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૂળ સાવરકુંડલાની સગીરા મોડેલિંગ સાથે જોડાયેલી હતી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને યુવતીનું નિવેદન પણ લીધુ છે, તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જોકો, પોલીસ દ્વારા યુવકની અટકાયત કરાઈ નથી.
જાણો શું છે સમાગ્ર મામલો
સૂત્રોના જણાવ્યાનુસાર, સાવરકુંડલા પંથકની 17 વર્ષની સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટની એક હોટેલમાં રહેતી હતી અને મોડલિંગ કરતી હતી. આ સમય દરમિયાન તેણે રીબડા ગામના અમીત દામજી ખુંટ નામના પટેલ યુવાન સાથે સપ્તાહ પહેલા જ પરીચય થયો હતો. અને બન્ને અવાર-નવાર મળતા હતા.
ત્યારે યુવાને સગીરાને જ્યુસમાં બેભાન કરવાની દવા પીવડાવી દીધી હતી. ત્યારબાદ અવાવરૂ જગ્યાએ યુવતીની આંખ ખુલી હતી. જે બાદ તેણે પોતાની મોટી બહેનને આ અંગે જાણ કરી હતી. હાલે સગીરાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પોલીસ ફરિયાદ નોંધી ફરાર યુવકની શોધખોળ હાથ ધરી છે.