રાજકોટના જસદણમાં અપહરણ-દુષ્કર્મની ઘટના, યુવતીને 12 દિવસ ગોંધી રાખનાર શખસની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jasdan Rajkot News : રાજકોટના જસદણમાં એક શખસે યુવતીનું અપહરણ કરીને 12 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસ આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે જસદણના વાડી વિસ્તારમાંથી 45 વર્ષીય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, જસદણના શિવરાજપુર ગામનો રહેવાસી મોહન પુનાભાઈ પરમાર એક દોરાના કારખાનામાં મજૂરો લઈ જવાનું કામ કરતો હતો. આ દરમિયાન તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. એક દિવસે મોહને કારખાનાની તમામ છોકરીઓ ફરવા ગઈ છે અને તેઓ ચોટીલામાં છે, તેમ કહીને પીડિત યુવતીને પોતાની કારમાં બેસાડીને અમદાવાદ લઈ ગયો હતો.
આ પણ વાંચો: જામનગર ગ્રામ્યના ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાની બઢતી સાથે નર્મદા જિલ્લાના રાજપીપળામાં બદલી
સમગ્ર મામલે યુવતીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મોહન દ્વારા તેમની યુવતીનું અપહરણ કરીને 12 દિવસ સુધી કોઈ જગ્યાએ ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યુ હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.









