Get The App

'તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ', બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
'તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ', બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર 1 - image


Ahmedabad News : ​અમદાવાદ ગ્રામ્યના બગોદરા પોલીસ સ્ટેશનની હદમાં ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે. જેમાં એક ગઠિયો વૃદ્ધ મહિલાને ધાર્મિક વિધિના બહાને વિશ્વાસમાં લઈ આશરે બે તોલા સોનાના ઘરેણાં લઈને ફરાર થઈ ગયો છે.

બગોદરા વિસ્તારમાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધા ઘરેણાં લઈ ગઠિયો ફરાર

પોલીસ ફરિયાદ મુજબ, ​રોયકા ગામના વાલીબેન હિંમતભાઈ સોલંકી તેમની દીકરી સાથે ગણપતિ મંદિરે દર્શન કરીને એકલા ગામ તરફ ચાલીને આવી રહ્યા હતા. ​આ દરમિયાન એક ગઠિયો તેમને બાઇક પર બેસાડી ઘરે મૂકવા ગયો હતો.

'તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ', બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર 2 - image

'તમને મસાણી મેલડી નડે છે...'

​ઘરે પહોંચ્યા બાદ ગઠિયાએ વાલીબેનને કહ્યું કે, "તમને મસાણી મેલડી નડે છે, જે હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ." જેમાં વિધિના બહાને આરોપીએ વૃદ્ધ મહિલા પાસે દીવો કરાવી સફેદ કપડું મગાવ્યું હતું. ​ત્યારબાદ તેણે વાલીબેનને પોતે પહેરેલાં તેમજ તેમના ઘરનાં સોનાનાં ઘરેણાં આ કપડામાં મુકાવ્યા હતા. 

​ચાલક ગઠિયો કપડામાંથી ઘરેણાં કાઢી લઈ માત્ર ખાલી સફેદ કપડું મહિલાને આપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ​ઘટનાની જાણ થતાં વાલીબેને બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે વુદ્ધા સાથે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય

તમને જણાવી દઈએ કે, ​આ પ્રકારની છેતરપિંડીની ઘટના અગાઉ બગોદરા અને સરલા ગામે પણ બની હતી. જેમાં બે મહિલાઓને નિશાન બનાવી એક ગઠિયો ઘરેણાં લઈને ફરાર થઈ ચૂક્યો હતો. ​વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.

'તમને મસાણી મેલડી નડે છે, હું સાડા ત્રણ દિવસમાં મટાડી દઈશ', બગોદરામાં ધાર્મિક વિધિના બહાને વૃદ્ધાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર 3 - image

Tags :