ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરોને મળશે વહેલો પગાર: દિવાળીના તહેવારને લઈને નિર્ણય

Gandhinagar News : રાજ્ય સરકારએ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઑક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચૂકવણી તા.14થી 16 ઑક્ટોબર 2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.
સરકાર દ્વારા તા.13/10/1993ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગાર અને ભથ્થા આવતા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચૂકવવાનો નિયમ છે. પરંતુ, આ વર્ષે દિવાળીનો તહેવાર તા.20 ઑક્ટોબર 2025ના રોજ આવતાં તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે છૂટછાટ આપી આ ચૂકવણીની તારીખો આગળ લાવવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: KFCની લાલિયાવાડી! અમદાવાદમાં નોનવેજ વેસ્ટ રસ્તામાં ફેંકવામાં આવતા સ્થાનિકોનો હોબાળો
આ મુજબ, ઑક્ટોબર-2025 મહિનાના પગાર, ભથ્થા અને પેન્શનની ચૂકવણી તબક્કાવાર રીતે તા.14, 15 અને 16 ઑક્ટોબર 2025ના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલાં આર્થિક રાહત મળશે.