વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં
2017માં ચોરીના ગુનામાં નાસતા ફરતા શખ્સને આસોદરથી પકડી કાર્યવાહી
આણંદ: વિદ્યાનગર પોલીસ મથકમાં નોંધાયેલી ઘરફોડ ચોરીના બે ગુનામાં ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને આસોદર ખાતેથી આણંદ પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડયો હતો.
વિદ્યાનગર પોલીસ મથકમાં ૨૦૧૭માં નોંધાયેલી બે અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો રમણભાઈ ઉર્ફે રામજી ઉર્ફે રામાભાઇ કરસનદાસ પંચાલ રહે. આધારશીલા સોસાયટી વાસદ રોડ આસોદરવાળો નાસતો ફરતો હતો અને હાલ પોતાના ઘરે આવ્યો હતો. ત્યારે આણંદ પેરોલ ફલો સ્કોડની ટીમે આસોદર ખાતે છાપો મારતા રમણભાઈ ઉર્ફે રામજી પંચાલ તેના ઘરેથી મળી આવ્યો હતો. પોલીસે તેની પૂજ પરત કરતા છેલ્લા આઠ વર્ષથી તે ઘરફોડ ચોરીના બે અલગ અલગ ગુનામાં નાસતો ફરતો હોવાની કબુલાત કરતા તેની અટકાયત કરી વધુ તપાસ અર્થે વિદ્યાનગર પોલીસના હવાલે કર્યો હતો.


