Get The App

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત 1 - image

Accident In Rajula : ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. અમરેલીના રાજુલાના ચારનાળા ચોકડી નજીક મોરી શિપિંગ કંપની પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. 

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત 2 - image

આ પણ વાંચો: ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 50થી વધુ કામદારોને બચાવી લેવાયા, બોટ માલિકનું મોત

મળતી માહિતી મુજબ, રાજુલાના ચારનાળા ચોકડી નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. ટ્રક પાછળ કાર ઘૂસી જતા ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટનાને લઈને સ્થળ પર લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. 

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત 3 - image

ઘટનાસ્થળે હાજર લોકોએ 108ને જાણ કરીને અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને સારવાર માટે હોસ્પિટલ ખસડેવામાં આવ્યો હતો. 

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર અકસ્માત, રાજુલા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ડ્રાઈવર ઈજાગ્રસ્ત 4 - image