Gujarat

વડોદરા નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માત: બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત, ચાલક ઝડપાયો

By GS TEAM
10 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરા નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માતની ઘટનામાં બની છે. જેમાં નેશનલ હાઈવે-48 પર આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ જવાના રસ્તે બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. ટ્રેક્ટરની ટક્કર બાદ પાછળ આવતો ટ્રક દંપતી પરથી ફરી વળ્યો હતો. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રક અને ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માત: બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત, ચાલક ઝડપાયો

Accident On Baroda National Highway : વડોદરા નેશનલ હાઇવે પર ભયાનક અકસ્માતની ઘટનામાં બની છે. જેમાં નેશનલ હાઈવે-48 પર આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ જવાના રસ્તે બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત નીપજ્યું છે. ટ્રેક્ટરની ટક્કર બાદ પાછળ આવતો ટ્રક દંપતી પરથી ફરી વળ્યો હતો. અકસ્માતને પગલે 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રક અને ટ્રેક્ટર ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

બાઇકને ટ્રેક્ટરે ટક્કર મારતાં દંપતીનું કરૂણ મોત

મળતી માહિતી મુજબ, વડોદરા પાસે નેશનલ હાઈવે પર વાઘોડિયાથી કપુરાઈ તરફ જતાં રોડ અકસ્માતમાં સમીર સુમન શાહ અને બીનલ સમીર શાહનું મોત નીપજ્યું છે. દંપતી જરોલા વાઘા ડભોઈ પાસે કરિયાણાની દુકાને જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. 

પોલીસે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર ટ્રેક્ટરની ટ્રોલીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક મારફતે જતાં દંપતી ટ્રોલી નીચે આવી ગયા હતા. અકસ્માતના આ બનાવમાં પાછળથી આવતો ટ્રક પણ દંપતી પરથી ફરી વળતાં તેમનું કરૂણ મોત થયું હતું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને ચાલકની ધરપકડ કરી લીધી છે. 

આ પણ વાંચો: વડોદરાના અંકોડિયા ગામની સીમમાં યુવતીનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા, પોલીસે તપાસ આદરી

દંપતીના મૃતદેહને પીએમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના બનાવમાં દંપતીના મોતથી બે સંતાન નિરાધાર થયા છે અને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.